આ વ્યક્તિ છે સાચો 'ખતરો કે ખેલાડી'! જીવના જોખમે ટ્રેનના પૈડાની વચ્ચે બેસીને કાપ્યું 250km નું અંતર
MP News: જબલપુરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં નાંખીને લગભગ 250 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. સ્ટેશનના આઉટર પર અધિકારીઓએ રોલિંગ તપાસ દરમિયાન વ્યક્તિે જોયો, આ દ્રશ્ય જોઈને અધિકારીઓના હોંશ ઉડી ગયા હતા.
Trending Photos
Madhya Pradesh News: મધ્યપ્રદેશના જબલપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 250 કિલોમીટરનું અંતર કાપ્યું. ટ્રેનના રોલિંગ ચેકિંગ દરમિયાન કેરેજ એન્ડ વેગન ડિપાર્ટમેન્ટ (AC&W)ના સ્ટાફને બોગીની નીચે ટ્રોલીમાં છુપાયેલો એક વ્યક્તિ મળી આવ્યો હતો. આ વ્યક્તિએ ટ્રેનના પૈડા વચ્ચે બેસીને 250 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
આ ઘટના ઇટારસીથી જબલપુર આવતી ટ્રેનના ચેકિંગ દરમિયાન બની..
આઉટર પર થયો મોટો ખુલાસો
જ્યારે કર્મચારીઓ બહારના સ્ટેશન પર કોચના અંડર ગિયરની તપાસ કરી રહ્યા હતા, ત્યારે તેઓએ S-4 કોચની નીચે ટ્રોલીમાં છુપાયેલ એક વ્યક્તિ જોયો. કર્મચારીઓએ તરત જ ટ્રેન રોકીને તેને બહાર કાઢ્યો હતો. આ ઘટના જોઈ ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા. આ ઘટના બાદ જવાબદાર અધિકારીઓએ ઊંડી ચિંતા વ્યક્ત કરી. અધિકારીઓનું માનવું હતું કે જો કંઇક અનિચ્છનીય ઘટના બની હોત તો મોટી દુર્ઘટના બની હોત.
ટિકિટ માટે પૈસા નહોતા
રેલ્વે કર્મચારીઓએ જ્યારે તેને મુસાફરી વિશે પૂછ્યું તો તેણે કોઈપણ ડર વિના કહ્યું કે તેની પાસે ટિકિટ ખરીદવા માટે પૂરતા પૈસા નથી, તેથી તેણે આ ખતરનાક રસ્તો પસંદ કર્યો. તેણે રેલ્વે સ્ટાફને કહ્યું કે કોઈ પણ ડર વગર તે દાનાપુર એક્સપ્રેસ ટ્રેનના એસ-4 કોચના પૈડા નીચે બેસીને લોકોથી છુપાઈને આરામથી જબલપુર પહોંચી ગયો.
ઈટારસીથી પહોંચ્યો જબલપુર
આ વ્યક્તિએ કહ્યું હતું કે, હું ઈટારસીથી ટ્રોલીમાં છુપાઈને અહીં આવ્યો હતો. રેલવે પ્રશાસને આ મામલાને ગંભીરતાથી લીધો છે અને કહ્યું છે કે તમામ જરૂરી સુરક્ષા પગલાં સુનિશ્ચિત કરવામાં આવશે. અધિકારીઓ અને પોલીસ માટે પણ આ ઘટના ચોંકાવનારી હતી. રેલ્વે સ્ટાફે પોતાનો જીવ જોખમમાં મૂકીને આવતા યુવકને પકડી લીધો અને પછી તેને વેગન વિભાગ (AC&W)ને સોંપી દીધો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે