દીકરી પર કર્યો ગેંગરેપ અને બાપનો મારીમારીને લઈ લીધો જીવ, સુરતની ચોંકાવનારી ઘટના

કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષિય રાધિકા ( નામ બદલ્યું છે) પર આરોપી જય ખોખરિયા અને તેના મિત્રોએ 6 મહિના પહેલા સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને પછી પણ તેની છેડતી કરાતી હતી.

દીકરી પર કર્યો ગેંગરેપ અને બાપનો મારીમારીને લઈ લીધો જીવ, સુરતની ચોંકાવનારી ઘટના

ચેતન પટેલ, સુરત : સુરતના કતારગામમાં 6 મહિના પહેલા 16 વર્ષની કિશોરી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપ કરનાર પૈકીના એક આરોપી જય ખોખરિયાએ બાદમાં પણ કિશોરીની છેડતી કરતા કિશોરીના પિતા અને ભાઈ જયને ઠપકો આપવા જતા જય અને તેના ભાઈ અને સાગરિતોએ કિશોરીના પિતા અને ભાઈ પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજા પામેલા પિતાનું 13 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. તેમની સ્મશાન યાત્રામાં સ્વયંભૂ રીતે લોકો જોડાયા હતા. સગીર વિદ્યાર્થિની પર ગેંગરેપ કરી નરાધમોએ વિદ્યાર્થિનીના મોબાઈલમાં ફોટા પાડી કોઈને જાણ કરશે તો ફોટો વાયરલ કરી મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ છ મહિના પહેલા બન્યો હતો.

કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષિય રાધિકા ( નામ બદલ્યું છે) પર આરોપી જય ખોખરિયા અને તેના મિત્રોએ 6 મહિના પહેલા સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને પછી પણ તેની છેડતી કરાતી હતી. જેની જાણ પરિવારને થતા બાર દિવસ પહેલા રાધિકાના પિતા જય ખોખરીયાને ઠપકો આપવા ગયા હતા પણ આરોપી જય, તેના ભાઈ જીતુ અને અન્ય પાંચ જણાએ રાધિકાના પિતા અને ભાઈ પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતાને ગંભીર ઇજા થઈ હતી. આ પછી રાધિકાએ જય ખોખરિયા અને તેના સાગરિતો વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. રાધિકાના પિતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને 13 દિવસની સારવાર બાદ પિતાનું મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાની કલમ ઉમેરી છે. મૃતકની અંતિમવિધિમાં હજારો લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા. આ ગેંગરેપ કેસમાં પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

ગેંગરેપમાં મુખ્ય આરોપી જય ઉર્ફે જયેશ ખોખરીયા સહિત છની પોલીસે ધરપકડ કરી હતી. આ કાંડમાં જય ખોખરીયાની સાથે અન્ય મિત્રો પણ શામેલ હતા અને આ સમગ્ર મામલો વિવાદનું કેન્દ્ર બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news