Raksha Bandhan 2024: સલામ છે આ બહેનના ભાઈ પ્રત્યેના પ્રેમને! મનો દિવ્યાંગ ભાઈની યશોદાની જેમ કાળજી લે છે

સુરતમાં રહેતી એક બહેન પોતાના મનો દિવ્યાંગ ભાઈને યશોદાની જેમ સંભાળ કરી રહી છે. ભાઈ રોનકના કારણે આજે બહેન સીમાને જીવન જીવવા માટે નવો ઉદ્દેશ મળ્યો છે. ભાઈની પરિસ્થિતિ જોઈને સીમા ને લાગ્યું કે આવા બાળકોની કાળજી કઈ રીતે લોકો લેતા હશે જેઓ નિરાધાર છે તેમનું શું?

Raksha Bandhan 2024: સલામ છે આ બહેનના ભાઈ પ્રત્યેના પ્રેમને! મનો દિવ્યાંગ ભાઈની યશોદાની જેમ કાળજી લે છે

પ્રશાંત ધીવરે, સુરત: જ્યારે પણ કોઈ પરિવારમાં એક મનો દિવ્યાંગ બાળક જન્મ લેતો હોય છે ત્યારે પરિવારમાં તેની કાળજી થી લઈ રાખવા સુધી ચિંતા રહેતી હોય છે. અમે નહિ હસો તો તેની કાળજી કોણ લેશે તેવા અનેક સવાલો તેમના મનમાં ઉદ્ભવતા હોય છે કેટલાક કિસ્સાઓમાં તો આવા બાળકોને કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે. ત્યારે સુરતમાં રહેતી એક બહેન પોતાના મનો દિવ્યાંગ ભાઈને યશોદાની જેમ સંભાળ કરી રહી છે. ભાઈ રોનકના કારણે આજે બહેન સીમાને જીવન જીવવા માટે નવો ઉદ્દેશ મળ્યો છે. ભાઈની પરિસ્થિતિ જોઈને સીમા ને લાગ્યું કે આવા બાળકોની કાળજી કઈ રીતે લોકો લેતા હશે જેઓ નિરાધાર છે તેમનું શું? આ વિચાર સાથે બહેન સીમાએ પોતાના મનો દિવ્યાંગ ભાઈ રોનકના નામે ટ્રસ્ટની શરૂઆત કરી અને આજે 35 જેટલા મનોદિવ્યાંગ બાળકો માટે હોસ્ટેલ શરૂ કરી તેમની સેવા બંને ભાઈ બહેન કરી રહ્યા છે

સુરતમાં રહેતી સીમાબેન એ મનો દિવ્યાંગ ભાઈની પરિસ્થિતિ જોઈને તેનો હૃદય દ્રવ્ય ઉઠ્યું હતું પોતાના ભાઈને તો યશોદાની જેમ તે પાડે છે પરંતુ અન્ય આવા મનો દિવ્યાંગ બાળકોનું શું હાલ હશે તે વિચાર સતત તેમના મનનમાં ઉદભવી રહ્યો હતો. ત્યારે આવા મનો દિવ્યાંગ બાળકો માટે કામ અને સેવા કરવાની એક ઈચ્છા સીમા બેને વ્યક્ત કરી હતી અને તેઓ દ્વારા એક સંસ્થા ખોલી દેવામાં આવી હતી.તેઓએ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવવા મનો દિવ્યાંગ બાળકોને સક્ષમ બનાવવા માટે હોસ્ટેલની સ્થાપના કરી અને ત્યાં બાળકોને અલગ અલગ થેરપી આપવામાં આવે છે જેથી તેઓ પગભર બની શકે. પોતાના મનો દિવ્યાંગ ભાઈ ને જોઈ તેઓએ એક સંસ્થાની શરૂઆત કરી હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 19, 2024

આ સંસ્થા સુરત શહેરના માનસિક દિવ્યાંગ આવા બાળકો માટે કાર્યરત છે કે જે બાળકોના માતા પિતા નથી અથવા તો માતા-પિતા આખો દિવસ તેમને ઘરે રાખવા માંગતા નથી. સીમાબેન અને તેમના અન્ય બે બહેનપણી દ્વારા આ સંસ્થા ચલાવવામાં આવી રહ્યું છે. ભાઈ રોનકની સાથે સીમા અન્ય માનસિક દિવ્યાંગ બાળકોની સેવા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.માત્ર સીમા જ નહીં પરંતુ 75 ટકા અસરગ્રસ્ત મનો દિવ્યાગ ભાઈ રોનક પણ સીમા સાથે મળીને આ બાળકોની સેવા કરી રહ્યો છે. સીમા માને છે કે તેના ઉદ્દેશ્યહીન જીવનમાં જીવન જીવવા માટે ઉદ્દેશ આપનાર તેનો મનો દિવ્યાંગ ભાઈ છે. નાનપણથી જ તેની પરિસ્થિતિ જોઈને તેને વિચાર આવ્યું કે હું તો મારા ભાઈને જોઈ લઈશ પરંતુ આવા બાળકોને કોણ જોશે ? સીમાબેન દ્વારા સુરત શહેરના સરથાણા વિસ્તારમાં માનસિક દિવ્યાંગ બાળકો માટે હોસ્ટેલની શરૂઆત કરવામાં આવી છે. આ હોસ્ટેલમાં હાલ 35 જેટલા માનસિક દિવ્યાંગ બાળકો રહે છે જેમાંથી 20 જેટલા બાળકોનો તમામ ખર્ચ તેઓ પોતાની સંસ્થાના માધ્યમ થી ઉઠાવી રહ્યા છે. આ હોસ્ટેલમાં એવા બાળકો છે કે જેઓ અનાથ છે અથવા તો પિતા નથી. એટલું જ નહીં કેટલા એવા પણ બાળકો છે જેમના માતા-પિતા તો છે પરંતુ તેઓ પોતાના માનસિક દિવ્યાંગ બાળકોના સંભાળ માટે આ હોસ્ટેલમાં મૂક્યા છે અને દર મહિને ચાર્જ પણ આપે છે.

સીમાબેન આવા બાળકોની સારી રીતે કાળજી કરવા માટે બી.એડ ની ડિગ્રી મેળવી તેઓ બીએસસીએમઆરની ડિગ્રી પણ ધરાવે છે.સીમાબેન પવારે જણાવ્યું હતું કે તેમના ભાઈ 75 ટકા માનસિક દિવ્યાંગ હતા. રોનક ઘરમાં ક્યારે બહુ હિંસક થઈ જતો હતો. તેને માતા-પિતા પણ સંભાળી શકતા નહોતા. તેની કાળજી લેવી ખૂબ જ મુશ્કેલ હતી. જેથી રોનક ને હું હંમેશા મારી સાથે રાખું છું.. તું જ્યારે પણ એ ગુસ્સો થાય ત્યારે સમજાવું છું. જ્યારે તે મારા આંખોમાં અશ્રુ જોએ છે ત્યારે તેને ખબર પડી જાય છે કે તેને ભૂલ કરી છે અને કાન પકડીને માફી પણ માંગે છે. રોનકે મારા જીવનમાં રોનક લાવી છે પોતે રોનકના નામે ટ્રસ્ટની શરૂઆત કરી જેથી રોનક જેવા બાળકોની કાળજી અમે લઈ શકીએ. મારી સાથે રોનક પણ આવા બાળકોને કાળજી લે છે પોતાના હાથથી આ બાળકોને ખવડાવે છે. તેમની તમામ પ્રકારની કાળજી તે લેતો હોય છે જે જોઈને મને પણ લાગે છે કે પોતે એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જો મારો ભાઈ મારા જીવનમાં ન હોત તો મારો જીવનમાં કોઈ ઉદ્દેશ પણ ન હોત.પોતાના ભાઈને જોઈ સીમાએ મનો દિવ્યાંગ બાળકો માટે કશું કરવાનું વિચાર આવ્યો. કોરોના કાળ પહેલાં નાના વરાછામાં એક હોસ્ટેલની શરૂઆત કરી હતી. આજે સરથાણા વિસ્તારમાં આ હોસ્ટેલ તેઓ ચલાવે છે જેમાં 35 જેટલા બાળકો છે. આ બાળકો સામાન્ય બાળકોની જેમ ભણે પણ છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news