રાદડિયાનું પત્તુ કાપી ભાનુબેન બાબરિયાને મંત્રી બનાવાયા, કેબિનેટના એકમાત્ર મહિલા મંત્રી
Bhupendra Patel New Cabinet : 8 કેબિનેટ મંત્રીઓ અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ લીધા શપથ... 6 વાગ્યે મળશે કેબિનેટની પ્રથમ બેઠક.... તમામ મંત્રીઓને થશે ખાતાની ફાળવણી....
Trending Photos
Bhupendra Patel New Cabinet : પાટીદાર ચહેરો ભુપેન્દ્ર પટેલે આજે ગુજરાતના મુખ્યમંત્રી પદે બીજીવાર શપથ લીધા છે. તેઓ 16 મંત્રીઓ સાથે ગુજરાતની ધુરા સંભાળશે. ત્યારે હાલ ચારેતરફ તેમની કેબિનેટની ચર્ચા છે. જેમને મંત્રીપદ મળ્યું, તેના કરતા કોનું મંત્રીપદ કપાયુ તેની ચર્ચા વધુ છે. આવામાં કેબિનેટના એકમાત્ર મહિલા મંત્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. નવી કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રીનો સમાવેશ કરાયો છે, જેમનુ નામ ભાનુબેન બાબરિયા છે. રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર અને અનસૂચિન જાતિમાંથી આવતા ભાનુબેન બાબરીયાએ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારે જનતા આ મહિલા મંત્રી વિશે જાણવા માંગે છે.
કોણ છે ભાનુબેન બાબરિયા
બેઠક - રાજકોટ ગ્રામ્ય
બીએ, એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે
રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તરીકે સતત બીજીવાર ચૂંટાઈને આવ્યા છે
2012 માં પ્રથમ વાર રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય બન્યા હતાં
રાજકોટ વોર્ડ નંબર એકના કોર્પોરેટર તરીકે 2019 માં ચૂંટાયા હતા
પરિવાર રાજકીય સંબંધ
તો બીજી તરફ, ભાનુબેન બાબરિયાનો પરિવાર રાજકીય ભૂતકાળ ધરાવે છે. ભાનુબેન બાબરીયાના સસરા માધુભાઈ બાબરીયા પણ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય હતા. તો ભાનુબેન બાબરીયાના પતિ મનહરભાઈ બાબરીયા પણ ભાજપના સક્રિય અગ્રણી છે. પારિવારિક બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ હોવાથી રાજકોટ ગ્રામ્ય અનામત બેઠકમાં સતત બીજી વખત ચૂંટાઈને આવ્યા છે.
રાદડિયાનું પત્તુ કપાયું
ભાનુબેન બાબરિયાને મંત્રીપદ મળતા સૌથી મોટો ફટકો જયેશ રાદડિયાને પડ્યો છે. કારણ કે, સૌરાષ્ટ્રમાંથી જયેશ રાદડિયાનું મંત્રીપદ કપાયું છે. જયેશ રાદડિયા નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીના મંત્રી મંડળમાં મંત્રી રહી ચૂક્યાં છે. ત્યારે અચાનક જયેશ રાદડિયાની બાદબાકી થતા અનેક ચર્ચા શરૂ થઈ છે.
ભૂપેન્દ્ર પટેલના સરકારના કુલ 16 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં સૌરાષ્ટ્રના 5 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. દક્ષિણ ગુજરાતના 5 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તો મધ્ય ગુજરાતના 3 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ઉત્તર ગુજરાતના 3 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આમ, કુલ 16 નેતાઓને રાજ્યપાલે મંત્રી પદ તરીકે શપથ લેવડાવ્યા છે.
- કનુ દેસાઈ - કેબિનેટ કક્ષાના મંત્રી
- ઋષિકેશ પટેલ - કેબિનેટ કક્ષાના મંત્રી
- રાઘવજી પટેલ- કેબિનેટ કક્ષાના મંત્રી
- બળવંત સિંહ રાજપૂત- કેબિનેટ કક્ષાના મંત્રી
- કુંવરજી બાવળિયા- કેબિનેટ કક્ષાના મંત્રી
- મૂળુ બેરા- કેબિનેટ કક્ષાના મંત્રી
- કુબેર ડિંડોર- કેબિનેટ કક્ષાના મંત્રી
- ભાનુબેન બાબરિયા- કેબિનેટ કક્ષાના મંત્રી
- હર્ષ સંઘવી -રાજ્યકક્ષાના(સ્વતંત્ર હવાલા)
- જગદીશ વિશ્વકર્મા -રાજ્યકક્ષાના(સ્વતંત્ર હવાલા)
- પુરુષોત્તમ સોલંકી -રાજ્યકક્ષાના મંત્રી
- બચુ ખાબડ-રાજ્યકક્ષાના મંત્રી
- મુકેશ પટેલ - રાજ્યકક્ષાના મંત્રી
- પ્રફુલ્લ પાનસેરિયા -રાજ્યકક્ષાના મંત્રી
- ભીખુસિંહ પરમાર -રાજ્યકક્ષાના મંત્રી
- કુંવરજી હળપતિ -રાજ્યકક્ષાના મંત્રી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે