ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં સામેલ જીતુ વાઘાણી સહિત 10 મંત્રીઓના પત્તા કપાયા

ગુજરાતમાં ચૂંટણી બાદ આજે નવી સરકારે શપથ ગ્રહણ કરી લીધા છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ બીજીવાર ગુજરાતની કમાન સંભાળશે. તેમની સાથે કુલ 16 લોકોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં મંત્રી રહેલા 10 નેતાઓને બહાર કરી દેવામાં આવ્યા છે. 

ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં સામેલ જીતુ વાઘાણી સહિત 10 મંત્રીઓના પત્તા કપાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે બીજીવાર શપથ ગ્રહણ કરી લીધા છે. આજે ગાંધીનગરમાં યોજાયેલા શપથ સમારોહમાં ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. તેમની સાથે કુલ 16 મંત્રીઓએ પણ શપથ લીધા છે. શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક લોકો હાજર રહ્યાં હતા. 

આ નેતાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું નહીં
ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં મંત્રીમંડળમાં સામેલ 10 લોકોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. જેમાં સૌથી મોટું નામ જીતુ વાઘાણીનું છે. આ સિવાય સુરતથી ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વિનો મોરડિયાને પણ તક મળી નથી. ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં મહિલા મંત્રી તરીકે સામેલ મનીષા વકીલ, નિમિષા સુથારને પણ તક મળી નથી. આ સિવાય અર્જુનસિંહ ચૌહાણ, કિરીટ સિંહ રાણા, જીતુ ચૌધરી, ગજેન્દ્રસિંહ પરમારને પણ તક મળી નથી. 

ભૂપેન્દ્ર પટેલના પહેલા મંત્રીમંડળના 10 મંત્રીઓ કપાયા
જીતુ વાઘાણી
પૂર્ણેશ મોદી
કિરીટસિંહ રાણા
​​​​​​​અર્જુનસિંહ ચૌહાણ
જીતુ ચૌધરી
મનિષા વકીલ
નિમિષા સુથાર
ગજેન્દ્રસિંહ પરમાર
વિનુ મોરડિયા
​​​​​​​દેવા માલમ

જાણો નવા મંત્રીમંડળમાં કોને મળી તક
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 17 લોકોનો સમાવેશ થાય છે. જેમાં 8 નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર)  અને 6 નેતાઓએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 

કેબિનેટ કક્ષાના મંત્રી
કનુભાઈ દેસાઈ, પારડી બેઠક
બલવંતસિંહ રાજપુત, સિદ્ધપુર બેઠક
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
ઋષિકેશ પટેલ, વીસનગર
કુંવરજી બાવળિયા, જસદણ
મૂળુભાઈ બેરા, ખંભાળિયા બેઠક
કુબેર ડિંડોર 
ભાનુબેન બાબરિયા, રાજકોટ ગ્રામ્ય બેઠક 

રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા
હર્ષ સંઘવી, મજુરા બેઠક
જગદીશ વિશ્વકર્મા (પંચાલ), નિકોલ બેઠક 

રાજ્ય કક્ષાના મંત્રીઓ
પરસોત્તમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય બેઠક
બચુભાઈ ખાબડ, દેવગઢ બારીયા
મુકેશ પટેલે, ઓલપાડ બેઠક
પ્રફુલ પાનસેરિયા, કામરેજ બેઠક
ભીખુસિંહ પરમાર, મોડાસા બેઠક
કુંવરજી હળપતિ, માંડવી બેઠક

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news