ગઢડાના ઢસા પાસે રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પરિવારનો અકસ્માત, પત્ની-પુત્રી અને સાળાનું મોત
ગઢડા તાલુકાના માંડવી અને ઢસા ગામ વચ્ચે કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી અને સાળાનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા મોટા પ્રમાણમાં લોકો ઘટના સ્થળે પહોંચીને બચાવકામગીરી હાથ ધરી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગઢડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટનાં ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલનો પરિવારને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળતા ગઢતા મામલતદાર ડેપ્યુટી કલેક્ટર અને રાજપુત સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.
Trending Photos
અમદાવાદ : ગઢડા તાલુકાના માંડવી અને ઢસા ગામ વચ્ચે કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી અને સાળાનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા મોટા પ્રમાણમાં લોકો ઘટના સ્થળે પહોંચીને બચાવકામગીરી હાથ ધરી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગઢડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટનાં ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલનો પરિવારને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળતા ગઢતા મામલતદાર ડેપ્યુટી કલેક્ટર અને રાજપુત સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.
ઘટના અંગેની માહિતી અનુસાર રાજકોટનાં ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના પત્ની ચેતનબેન અને પુત્રી ગરીમા અને સાળો ધનંજય ચુડાસમા કાર લઇને ભાવનગર તરફ જઇ રહ્યા હતા. ત્યારે ગઢડા તાલુકાના માંડવા અને ઢસા વચ્ચે આવેલા બ્રિજ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો કડુસલો વળી ગયો હતો. સ્થાનિકો દ્વારા અકસ્માતની માહિતી મળ્યા બાદ તુરંત જ અંદર રહેલા લોકોને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી.
બનાવની જાણ થતા જ મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. મોટી સંખ્યામાં રાજપુત સમાજના આગેવાનો ગઢડા હોસ્પિટલ પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ મુળ ભાવનગર જિલ્લાનાં વતની છે. પરિવાર વતન જ પરત ફરી રહ્યો હતો ત્યારે કાળ આંબી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે