નવસારી: કિર્તીદાન ગઢવીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, મૂક્યું પૈસા ગણવાનું મશીન

ગુજરાતના લોક લાડીલા ભજનિક કીર્તિદાન ગઢવીના શનિવારે રાત્રે થયેલા ડાયરામાં રૂપિયાને વરસાદ થયો હતો.

નવસારી: કિર્તીદાન ગઢવીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, મૂક્યું પૈસા ગણવાનું મશીન

સ્નેહલ પટેલ/નવસારી: ગુજરાતના લોક લાડીલા ભજનિક કીર્તિદાન ગઢવીના શનિવારે રાત્રે થયેલા ડાયરામાં રૂપિયાને વરસાદ થયો હતો. નવસારીના ગણેદેવી કોળી સમાજ તેમજ લાયન્સ ક્લબ ઓફ ગણદેવી દ્વારા આયોજીત લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. ગણદેવી ખાતે યોજાયેલા આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં અગાઉ પણ કિર્તીદાન ગઢવીના ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ થઇ ચૂક્યો છે.

Kirtidan Gadhvi

શૈક્ષણિક કાર્યમાટે થથે રૂપિયાનો ઉપયોગ
કોળી સમાજ તેમજ લાયન્સ ક્લબ દ્વારા ગણદેવી ખાતે યોજાયેલા ડાયરામાં આવેલા રૂપિયોના વિધવા બહેનો તેમજ શૈક્ષણિક સેવાકીય પ્રવૃતિ માટે કરવામાં આવશે. ડાયરામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. કિર્તીદાન ગઢવીએ " બેટી બચાવો બેટી પઢાવો "નો સંકલ્પ લોકો પાસે લેવડાવ્યો હતો,

Rupiya-Nu-Masin

‘મારી લાડકી’ સોન્ગમાં લોકો આવ્યા મોજમાં 
કિર્તીદાનના આમતો તમામ સોન્ગના લોકો દિવાના છે, પણ તેનું અત્યાર સુધીનું લાડકી સોન્ગ સૌથી હીટ સાબિત થયું છે. આ ગીતને જ્યારે પણ કિર્તીદાન ગઢવી દ્વારા ગાવામાં આવે છે. કિર્તીદાન ગઢવીએ લાડકી સોન્ગ ગાઇને  " બેટી બચાવો બેટી પઢાવો "નો સંકલ્પ લેવડાવીને મોટી સંખ્યામાં ઉમટેલા માનવ મહેરામણને દિકરી શબ્દનો અર્થ સમજાવ્યો હતો. લાડકી સોન્ગ ગાતા જ લોકોએ મોબાઇલની એલઇડી લાઇટ શરૂ કરતા રાત્રી દરમિયાન અદભૂત દ્રશ્યો સર્જાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news