Gujarat Elections 2022: ચૂંટણીઓ જાહેર થતાં રાહુલ ગાંધી- પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત, સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ગજાવશે સભા!

Gujarat Elections 2022: રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં બ્રેક લઈ ગુજરાત આવશે. હિમાચલ પ્રદેશમાં મતદાન બાદ પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પ્રવાસની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

Gujarat Elections 2022: ચૂંટણીઓ જાહેર થતાં રાહુલ ગાંધી- પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત, સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ગજાવશે સભા!

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત સાથે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો હવે ચૂંટણી પ્રચારમાં જોડાશે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા યોજાઇ શકે છે. 

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં બ્રેક લઈ ગુજરાત આવશે. હિમાચલ પ્રદેશમાં મતદાન બાદ પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પ્રવાસની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને લઈ કોંગ્રેસની પરિવર્તન યાત્રામાંથી સમય કાઢી રાહુલ ગાંધી ગુજરાતમાં બે દિવસનો પ્રવાસ કરશે.

હાલ કોંગ્રેસ નેતા રાહલુ ગાંધીની ભારત જોડો યાત્રા 150 દિવસ સુધી ચાલે તેવું આયોજન છે. આ 150 દિવસ ચાલનારી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દક્ષિણ ભારતથી શરૂ થઈને છેક ઉત્તર ભારતમાં પૂરી થશે. આ યાત્રામાંથી થોડા દિવસ બ્રેક લઇને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રચાર માટે આવશે.

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતની આગામી ચૂંટણીને લઈને નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news