Morbi Bridge collapse: મોરબી પુલ દુર્ઘટનામાં સૌથી મોટી કાર્યવાહી, કોની સામે લેવાયું આજે એક્શન?

Morbi Bridge collapse: નગર પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ થયા છે. તમને જણાવીએ કે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને ચોથી માર્ચે મોરબીમાં મુકાયા હતા. 7મી માર્ચે ઓરેવા કંપની સાથે કરાર થયો હતો.

Morbi Bridge collapse: મોરબી પુલ દુર્ઘટનામાં સૌથી મોટી કાર્યવાહી, કોની સામે લેવાયું આજે એક્શન?

હિમાંશુ ભટ્ટ/મોરબી: મોરબી દુર્ઘટનાને લઇને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરતા મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. નગર પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ થયા છે. તમને જણાવીએ કે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને ચોથી માર્ચે મોરબીમાં મુકાયા હતા. 7મી માર્ચે ઓરેવા કંપની સાથે કરાર થયો હતો. ચોથી ઓક્ટોમ્બરે બદલીનો આદેશ થયો હતો અને માત્ર 21 ઓક્ટોમ્બરે બદલીનો ઓડર કેન્સલ થયો હતો.

ઓરેવા કંપની અને મોરબી પાલિકાને નોટિસ
મોરબી દુર્ઘટનામાં ઓરેવા કંપની અને મોરબી પાલિકાને નોટિસ પાઠવવામાં આવી છે. વડોદરાની જાગૃત નાગરિક સંસ્થાએ ઓરેવા કંપની અને મોરબી પાલિકાને નોટિસ આપી છે. જેમાં મૃતકના પરિવારને 1 કરોડ અને ઇજાગ્રસ્તને 10 લાખ ચૂકવવા નોટિસ અપાઈ છે. હાલ જાહેર હિતમાં આ નોટિસ આપી છે. મોરબી જઈને પીડિત પરિવારને કાનૂની લડત માટે સંસ્થાના વડા પીવી મુરજાણી મદદ કરશે. અગાઉ 1993માં વડોદરાના સુરસાગરમાં હોડી ડૂબતા 22 લોકોના મોત થયા હતા. આ કેસમાં સુપ્રીમ કોર્ટ સુધી જઈને 22 મૃતકોના પરિવારને કાનૂની લડત લડતા 1.39 કરોડ ચૂકવવા આદેશ કર્યો હતો.

મોરબી દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ ચાલતુ રેસ્ક્યુ ઓપરેશન સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરાયું છે. ઝુલતો પુલ તૂટી પડતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં પડી જવાથી મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં ચાર દિવસ બાદ પણ કેટલાક લોકો મિસિંગ હોવાની માહિતી સામે આવતા જુદી જુદી એજન્સીઓ રેસ્ક્યુ ઓપરેશન કરતી હતી. જેમાં નેવી, આર્મી, એનડીઆરએફ, ફાયરની ટીમો દ્વારા નદીના પાણીમાં શોધખોળ કરવામાં આવી રહી હતી. પરંતુ છેલ્લા બે દિવસમાં એક પણ મૃતદેહ મચ્છુ નદીમાંથી ન મળ્યો હોવાથી રાહત કમિશનરે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ જાહેર કર્યું છે. ઝુલતા પુલની દુર્ઘટના બાદ બચાવ રાહતની કામગીરીમાં સહયોગ આપનાર તમામનો કલેકટરે આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વીડિયો જુઓ:-

ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબર રવિવારની સાંજે મોરબીમાં આવેલી મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ તુટી પડતા મોટી દુર્ઘટના બની હતી. જેમાં અત્યાર સુધીમાં 135 લોકોનાં મોત થયાં છે. દુર્ઘટના સર્જાયા બાદ ઘણા લોકોને બચાવામાં આવ્યા હતા. લોકોને ડૂબતા બચાવા માટે ઘણા તરવૈયા અને તંત્રની ટીમો મહેનત કરી રહી હતી. નદીમાં ડૂબી ગયેલા લોકોને શોધવા માટે આર્મી, એનડીઆરએફ (NDRF), એર ફોર્સ (Air Force), એસડીઆરએફ (SDRF) સહિતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news