કેપ્ટનશિપનો બોજ પડતાં જ ખુલ્યું સૂર્યાનું રહસ્ય, નથી ચાલી રહ્યો કેપ્ટનના બેટનો જાદું; શું પોતાને કરશે ડ્રોપ?
Team India Captain Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી સૂર્યકુમાર યાદવે બીજી ટી20 મેચમાં 12 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે છેલ્લી 10 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી નથી. હવે સવાલ એ ઊભો થાય છે કે, શું સૂર્યકુમાર યાદવ ખરાબ ફોર્મને કારણે પોતાને ડ્રોપ કરશે કે નહીં.
Trending Photos
Team India Captain Suryakumar Yadav: ટીમ ઈન્ડિયાનું મનોબળ પ્રથમ બે T20 મેચ જીત્યા બાદ બુલંદ છે. સતત બે મેચ જીત્યા બાદ ભારત T20 સિરીઝમાં 2-0થી આગળ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝની ત્રીજી મેચ આવતીકાલે એટલે કે 28 જાન્યુઆરી મંગળવારના રોજ સાંજે 7:00 વાગ્યાથી રમાશે. જો ભારત ઈંગ્લેન્ડ સામેની આ મેચ જીતશે તો તે T20 સિરીઝ પર કબજો કરી લેશે અને 3-0ની અજેય સરસાઈ મેળવી લેશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચ દરમિયાન ફોર્મમાં પરત ફરવા માંગશે.
શું પોતાને ડ્રોપ કરશે કેપ્ટન સૂર્યા?
સૂર્યકુમાર યાદવ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી બીજી ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. છેલ્લી 10 ઇનિંગ્સમાં સૂર્યકુમાર યાદવે એક પણ અડધી સદી ફટકારી નથી. હવે સવાલ એ ઊભો થાય છે કે, શું સૂર્યકુમાર યાદવ ખરાબ ફોર્મને કારણે પોતાને ડ્રોપ કરશે કે નહીં. તમને યાદ અપાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા ખરાબ ફોર્મના કારણે પોતાને ડ્રોપ કરી લીધો હતો. હવે એ જ દબાણ સૂર્યકુમાર યાદવ પર છે. ફરક માત્ર એટલો છે કે ટીમ ઈન્ડિયા હાલમાં T20 ફોર્મેટમાં જીત મેળવી રહી છે, જેના કારણે સૂર્યકુમાર યાદવની વધુ ચર્ચા થઈ રહી નથી.
ખુલ્લી ગયું સૂર્યાનું રહસ્ય
ગયા વર્ષે સૂર્યકુમાર યાદવે જ્યારે T20ની કમાન સંભાળી ત્યારે ભારતીય ટીમે સતત સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ કેપ્ટન પોતે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. T20ના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક સૂર્યકુમાર યાદવે આ દરમિયાન 17 ઇનિંગ્સમાં 26.81ની એવરેજથી 429 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવને ખરાબ ફોર્મના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી ODI ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો ન હતો. તે ઈંગ્લેન્ડ સામેની વર્તમાન T20 સિરીઝની પ્રથમ બે મેચમાં પણ રમી શક્યો ન હતો અને હવે સમય આવી ગયો છે જ્યારે તેણે પોતાને સાબિત કરવું પડશે.
સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ
સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મ અને સંજુ સેમસનની શોર્ટ પિચ બોલ સામે કમજોરીના કારણે ચેન્નાઈમાં રમાયેલી બીજી મેચમાં ભારત મુશ્કેલ સ્થિતિમાં ફસાઈ ગયું હતું, પરંતુ તિલક વર્માએ એક છેડો પકડીને ટીમને બે વિકેટથી રોમાંચક વિજય અપાવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં શાનદાર પ્રદર્શન કરનાર સંજુ સેમસન છેલ્લી બે મેચમાં જોફ્રા આર્ચરના શોર્ટ પિચ બોલ પર આઉટ થયો હતો. તેને વહેલી તકે આ કમજોરીને દૂર કરવી પડશે. રાજકોટની બેટિંગ ફ્રેન્ડલી પીચ પર ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે અને તેના ટોપ ઓર્ડર બેટ્સમેનો પરિસ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવીને મોટી ઇનિંગ્સ રમવા માંગશે.
શોર્ટ પિચ બોલથી પરેશાન
જોફ્રા આર્ચર અને માર્ક વૂડે અત્યાર સુધી ભારતીય બેટ્સમેનોને તેમના શોર્ટ પિચ બોલથી કઠિન પડકાર રજૂ કર્યો છે, પરંતુ તેમની વ્યૂહરચના તિલક સામે અસરકારક સાબિત થઈ નથી. તિલકે બીજી મેચમાં જોફ્રા આર્ચર પર ચાર સિક્સર ફટકારીને પોતાની પ્રતિભાનો સારી રીતે પરિચય આપી દીધો હતો.
રિંકુ સિંહ અને નીતિશ રેડ્ડી ઈજાગ્રસ્ત
રિંકુ સિંહ અને નીતિશ રેડ્ડી ઈજાના કારણે આ મેચમાં રમી શકશે નહીં. તેના સ્થાને શિવમ દુબે અને રમનદીપ સિંહમાંથી કોઈ એકને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. શિવમ દુબેને T20 વર્લ્ડ કપ દરમિયાન મધ્ય ઓવરોમાં સ્પિનરો સામે આક્રમક અભિગમ અપનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને તે આદિલ રાશિદના લેગ સ્પિન સામે અસરકારક સાબિત થઈ શકે છે.
શું પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થશે?
ભારતે પ્રથમ બે મેચમાં અર્શદીપ સિંહના રૂપમાં એકમાત્ર નિષ્ણાત ફાસ્ટ બોલરને મેદાનમાં ઉતાર્યો હતો. હાર્દિક પંડ્યાએ તેની સાથે નવા બોલની જવાબદારી લીધી હતી. ભારત આ સંયોજનમાં ફેરફાર કરે તેવી શક્યતા નથી. ભારતે અત્યાર સુધીમાં આઠ બેટ્સમેન સાથે ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે, કારણ કે રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તીએ મધ્ય ઓવરોમાં સારી બોલિંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે