‘ઢબુડી માતા’ ધનજી ઓડે નકાર્યા આક્ષેપો, કહ્યું: પુરાવા આપો...

ગુજરાતના લોકોને અંધશ્રદ્ધાના નામે લોકોને ઠગનારા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાજીએ પત્રકાર પરિષદ યોજીને તેમના પર લગાવામાં આવેલા આક્ષેપ ખોટા છે તેવું કહ્યું હતું. જે લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે તે લોકો સાબિત કરીને બતાવે. દૈવી શક્તિમાં ન માનનારા લોકએ આક્ષેપો કર્યા કે, માતાજી પાસે કરોડો રૂપિયાનું મકાન છે તો જે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હોય તે લોકો સાબિત કરીને બતાવે.

‘ઢબુડી માતા’ ધનજી ઓડે નકાર્યા આક્ષેપો, કહ્યું: પુરાવા આપો...

અમદાવાદ: ગુજરાતના લોકોને અંધશ્રદ્ધાના નામે લોકોને ઠગનારા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાજીએ પત્રકાર પરિષદ યોજીને તેમના પર લગાવામાં આવેલા આક્ષેપ ખોટા છે તેવું કહ્યું હતું. જે લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે તે લોકો સાબિત કરીને બતાવે. દૈવી શક્તિમાં ન માનનારા લોકએ આક્ષેપો કર્યા કે, માતાજી પાસે કરોડો રૂપિયાનું મકાન છે તો જે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હોય તે લોકો સાબિત કરીને બતાવે. 

મારી પાસે કરોડો રૂપિયા નથી: ધનજી ઓડ 
અંધશ્રદ્ધાના નામે લોકને ઠગનાર ઢબુડી માતાજી પર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે મારી પાસે કોઇ રૂપિયા નથી. મારા માટે કરોડો રૂપિયા હોય તો તમે સાબિત કરીને બતાવો. બોટાદ દ્વારા એક વ્યક્તિ દ્વારા લગાવામાં આવેલા આક્ષેપના જવાબ આપતા ધનજી ઓડે કહ્યું કે, જો એ વ્યક્તિ મારા શરણે આવ્યો હોય તો સાબિત કરીને બતાવે.

ભાવનગર: વલ્લભીપુરના રતનપર ગામે કેરી નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 5ના મોત

મારા પર શ્રદ્ધા હોવાથી લોકો મારી પાસે આવે છે અને મને ચોકલેટ આપે છે. જે લોકોને મારા પર શ્રદ્ધા છે. તે લોકોના કામ માતાજી કરે છે. લોકોએ દાન સ્વારૂપે મને માતાજીને આપેલા પૈસા મે મારી પાસે નથી રાખ્યા એ રૂપિયાથી મે શ્રદ્ધાળુએને જમાડ્યા છે. મે લોકોને નથી કીધુ કે તમે મને રૂપિયા આપો. વધુમાં ધનજી ઓડે કહ્યું કે, આક્ષેપ કરનાર લોકો સાબિત કરીને બતાવે. 

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news