સંદીપ પાટિલના નામે બનાવ્યું ફેક એકાઉન્ટ, લોકો પાસે માગ્યા નંબર અને પછી..
સંદીપ પાટિલે જણાવ્યું કે, છેલ્લા બે સપ્તાહથી એક શખ્સ તેના મિત્રો પાસે બોર્ડ અધ્યક્ષથી લઈને ખેલાડીઓના નંબર માગી રહ્યો હતો.
Trending Photos
મુંબઈઃ પૂર્વ ક્રિકેટર સંદીપ પાટિલના નામથી ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવીને લોકોના નંબર માગવાનો મામલો સામે આવ્યો છે. પાટિલે આ વિશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સંદીપ પાટિલે એફઆઈઆરમાં કહ્યું કે, કોઈ અજાણ્યો વ્યક્તિએ તેમના નામથી ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવ્યું છે. છેલ્લા બે સપ્તાહથી કે વ્યક્તિ તેના મિત્રો પાસેથી બોર્ડ અધ્યક્ષથી લઈને ખેલાડીઓના નંબર માગી રહ્યો છે.
સંદીપ પાટિલે જણાવ્યું કે, તેને આ વાતનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે તેના એક મિત્રએ ફોન કરીને પૂછ્યુ કે તે લોકોના નંબર સોશિયલ મીડિયાના માધ્યમથી કેમ માગી રહ્યો છે. સંદીપ પાટિલનું કહેવું છે કે, તેણે કોઈનો નંબર માગ્યો નથી. તેની પાસે તો આ લોકોના નંબર પહેલાથી છે. તેથી તેણે કોઈના નંબર માગવાની શું જરૂર છે. સંદીપ પાટિલનું કહેવુ છે કે તે બોર્ડની સાથે છેલ્લા 21 વર્ષથી કામ કરી રહ્યાં છે. આ મામલાની ગંભીરતાને જોતા સંદીપ પાટિલે પોલીસમાં કેસ દાખલ કરાવ્યો છે.
સંદીપ પાટિલ વર્ષ 1983મા વિશ્વ કપ જીતનારી કપિલ દેવની આગેવાની વાળી ભારતીય ટીમમાં હતા. તેઓ વર્ષ 2011મા વિશ્વ વિજેતા ટીમના મુખ્ય પસંદગીકાર પણ રહ્યાં છે. આ સાથે તેઓ બીસીસીઆઈમાં ઘણા પદો પર કામ કરી ચુક્યા છે. સંદીપ પાટિલની એફઆઈઆર બાદ પોલીસે ફેક ફેસબુક એકાઉન્ટને બંધ કરી દીધું છે. તે મામલાની તપાસ કરી રહી છે.
આ વાતને ગંભીરકાથી લેવાનું એક કારણ તે પણ છે કે થોડા દિવસ પહેલા ભારતીય ટીમને લઈને ધમકીઓ આપવાની વાત સામે આવી હતી. આ મામલામાં કાર્યવાહી કરતા એટીએસની ટીમે આસામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ ભારતીય ટીમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે