Surat: હીરા વેપારીને રસ્તા વચ્ચે રોકીને માર માર્યા બાદ તેની જ ગાડી લઇને ફરાર થઇ ગયા
પોતાના ભાઈ સાથે ફરવા નીકળેલા હીરા વેપારી લુટારુઓની અડફેટે આવી ગયા હતા. હીરા વેપારી અને તેના ભાઈ સાથે કારથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન બે અજાણ્યા લૂંટારૂઓએ કાર રોકીને ગડદાપાટુનો મારમારી ચપ્પુની અણીએ કાર લૂંટી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે હીરા વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે ગણતરીના કલાકોમાં કારની લૂંટ કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે જે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત : પોતાના ભાઈ સાથે ફરવા નીકળેલા હીરા વેપારી લુટારુઓની અડફેટે આવી ગયા હતા. હીરા વેપારી અને તેના ભાઈ સાથે કારથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન બે અજાણ્યા લૂંટારૂઓએ કાર રોકીને ગડદાપાટુનો મારમારી ચપ્પુની અણીએ કાર લૂંટી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે હીરા વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે ગણતરીના કલાકોમાં કારની લૂંટ કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે જે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
સુરતના વરાછા વિસ્તારમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશ કલસરિયા પોતાના ભાઈ સાથે ફરવા નીકળ્યા હતા. જો કે અજાણ્યા બે ઈસમોએ તેમની સફેદ રંગની કાર રોકી બન્નેને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધો હતો. માર માર્યા બાદ ચપ્પુ બતાવી આ લુટારુઓ કારમાં બેસી ગયા હતા. અને કાર મારી છે કહીને ત્યાંથી કાર લઇ ફરાર થઇ ગયા હતા. સુરતના વરાછા વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણકારી પોલીસને મળતાં પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી.
મોબાઈલ સર્વેલન્સ અને સીસીટીવી કેમેરાના આધારે તેઓ બંને લુટારુઓની શોધ કરી હતી. આ ઘટનામાં સઘન તપાસ બાદ ગણતરીના કલાકોમાં પોલીસ બંને લૂંટારુઓની ધરપકડ કરી હતી. આરોપી નિર્લય ગોસ્વામી અને ઋત્વિજ પાટીલ પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. બન્નેની ધરપકડ બાદ પોલીસને ખબર પડી કે આ બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચોરી લૂંટ અને મારા મારી જેવા બનાવમાં સુરત શહેરમાં અનેક પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. એટલું જ નહિ સુરત શહેરની બહાર વડોદરા અને મોરબીમાં પણ આ બંને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હીરા વેપારી સાથે થયેલી આ લૂંટની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આ બંને આરોપીની ધરપકડ કરી છે અને સાથે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે