National Conference Of Environment : પીએમએ કહ્યું, ચિત્તાની ઘરવાપસીથી લોકોમાં નવો ઉત્સાહ પરત ફર્યો છે

National Conference Of Environment : કેવડિયામાં આજથી 2 દિવસ પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ... પીએમ મોદી વર્ચ્યુઅલી કરશે સંબોધન... તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં...

National Conference Of Environment : પીએમએ કહ્યું, ચિત્તાની ઘરવાપસીથી લોકોમાં નવો ઉત્સાહ પરત ફર્યો છે

અમદાવાદ :કેવડિયામાં આજથી 2 દિવસ પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ (National Conference Of Environment) યોજાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું વર્ચઅલી ઉદ્ધાટન કર્યું. 23 અને 24 સપ્ટેમ્બર બે દિવસની આ રાષ્ટ્રીય પરિષદનું આયોજન નર્મદાના એક્તા નગરમાં કરવામાં આ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઈફ, ક્લાયમેન્ટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટનો સામો કરવો સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં અલગ અલગ 6 વિષય પર ચર્ચા કરવામાં આવશે.

ઉદઘાટન સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, વન અને પર્યાવરણ ક્ષેત્રે એકતાનગર આજે તીર્થક્ષેત્ર બન્યું છે. આ કોન્ફરન્સમાં આવેલા મંત્રીઓ એકતા નગરમાં સર્જાયેલા પર્યાવરણને બારીકાઈથી નિહાળે અને જુએ કે કેવી રીતે અહી આદિવાસીઓ, પ્રકૃતિને સાથે રાખીને કાર્ય કરાયુ છે. ભવિષ્યમાં તેને દેશના અનેક ખૂણામાં વિકાસના રાહે વન પર્યાવરણની રક્ષા કરીને આગળ કેવી રીતે વધી શકાય તે અહી સમજાશે. ભારત આગામી 25 વર્ષના અમૃત કાળના નવા લક્ષ્યાંક નક્કી કર્યુ રહ્યુ છે. મને વિશ્વાસ છે કે તમારા પ્રયાસોથી પર્યાવરણની રક્ષા થશે અને વિકાસ પણ થશે. આજનુ નવુ ભારત નવી વિચાર, નવા એપ્રોચ સાથે આગળી વધી રહ્યુ છે. તે તેજીથી વધતુ ઈકોનોમી છે, અને પોતાના ઈકોનોમીને આગળ વધારી રહ્યું છે. વેટલેન્ટની સીમા પણ વધી રહી છે. આપણે બતાવ્યુ કે, રિન્યુએબલ એનર્જિમાં આપણી સ્પીડ અને સ્કેલને કોઈ મેચ કરી શક્તુ નથી. ઈન્ટરનશેલનલ સોલર એલાયન્સ, ડિઝાઝસ્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી લાઈફ મુવમેન્ટ હોય. દરેક ચેલેન્જિસ માટે ભારત નેતૃત્વ કરી રહ્યું છે. પોતાના કમિટમેન્ટ પૂરા કરવાના ટ્રેક રેકોર્ડ સાથે દુનિયા ભારત સાથે જોડાઈ રહી છે. 

ચિત્તાના ભારત આગમન વિશે તેમણે કહ્યું કે, ગત વર્ષોમાં દેશના જંગલોમાં જંગલી પ્રાણીઓમાં વધારો થયો છે. જેમ કે, મધ્યપ્રદેશમાં ચિત્તાની ઘરવાપસીથી નવો ઉત્સાહ પરત ફર્યો છે. દરેક ભારતવાસીના સંસ્કાર, રગમાં જીવમાત્ર પ્રતિ દયા અને સંસ્કાર કેવા છે તે ચિત્તાના સ્વાગતમાં જોવા મળ્યું. ઘરમાં મહેમાન આવ્યુ હોય તેવુ લોકોએ અનુભવ્યું. આવા પ્રયાસો નિરંતર જાળવી રાખીએ, આગામી પેઢીને સંસ્કારિત કરતા રહીએ. આ સંકલ્પ સાથે 2070 સુધી નેટ ઝીરોનું ટાર્ગેટ રાખવામા આવ્યું છે. દેશનુ ફોકસ ગ્રીન ગ્રોથ છે. તેથી ગ્રીન જોબના પણ અવસર આવશે. આ લક્ષ્યાંકની પ્રાપ્તિ માટે દેરક રાજ્યની પરર્યાવરણ મંત્રાલયની ભૂમિકા મોટી છે. આ વિસ્તાર મોટો છે. 

તેમણે ગાંધીજીનું ઉદાહરણ આપતા કહ્યું કે, એક સમયે એવો હતો કે, સાબરમતી નદીમાં ભરપૂર પાણી હતુ, છતાં ગાંધીજી પાણીને બરબાદ થવા ન દેતા. આજે પણ પાણી બચાવવુ કંજુસી નથી, પણ પર્યાવરણ પ્રત્યે સજાગતા અને સંવેદના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news