UNSC: યુક્રેનના રાષ્ટ્રપતિએ ભારતનો પક્ષ ખેંચતા ભરી સભામાં કર્યો આ મોટો સવાલ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાયી સદસ્યતા અંગે સવાલ ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે આખરે એવું તે શું કારણ છે કે ભારત, જાપાન, બ્રાઝીલ અને યુક્રેન UNSC ના સ્થાયી સભ્ય નથી. આ સાથે જ જેલેન્સ્કી એ કહ્યું કે એક દિવસ તેનો ઉકેલ જરૂર આવશે. 
UNSC: યુક્રેનના રાષ્ટ્રપતિએ ભારતનો પક્ષ ખેંચતા ભરી સભામાં કર્યો આ મોટો સવાલ

UNSC Permanent Member: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાયી સદસ્યતા અંગે સવાલ ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે આખરે એવું તે શું કારણ છે કે ભારત, જાપાન, બ્રાઝીલ અને યુક્રેન UNSC ના સ્થાયી સભ્ય નથી. આ સાથે જ જેલેન્સ્કી એ કહ્યું કે એક દિવસ તેનો ઉકેલ જરૂર આવશે. 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જેલેન્સ્કીનો રેકોર્ડેડ સંદેશ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વૈશ્વિક નેતાઓની સામાન્ય ચર્ચા દરમિયાન પોતાના પૂર્વ-રેકોર્ડેડ સંદેશમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની રીતે ખુબ સારી વાતો કરવામાં આવી. 'આ બધાનો ઉકેલ કેવી રીતે આવશે? કોઈ પરિણામ નીકળ્યું નહીં.' તેમણે વધુમાં કહ્યું કે અમારા શાંતિ સૂત્રને ધ્યાનમાં જોતા તમે જાણી શકશો કે તેનું અમલીકરણ પહેલેથી જ સંયુક્ત રાષ્ટ્રના વાસ્તવિક સુધારા હેઠળ છે. અમારું સૂત્ર સાર્વભૌમિક છે અને દુનિયાને ઉત્તરથી લઈને દક્ષિણ છેડા સુધી જોડી રાખે છે. આ દુનિયાના તે લોકોના પ્રતિનિધિત્વને વધારવા માટે પ્રોત્સાહિત કરે છે જેમને ક્યારેય સાંભળવામાં આવ્યા નથી. 

માત્ર યુક્રેન કહે છે આ વાત
વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે આ વાત માત્ર  યુક્રેન કહે છે. શું તમે ક્યારેય રશિયા પાસેથી આવા શબ્દો સાંભળ્યા છે? જ્યારે તે તો સુરક્ષા પરિષદ (UNSC)નું સ્થાયી શબ્યો છે. કયા કારણથી? આખરે એવું તે કયું કારણ છે કે જાપાન, બ્રાઝીલ, તુર્કિયે, ભારત, જર્મની કે યુક્રેન તેના સભ્ય નથી. એક દિવસ એવો જરૂર આવશે જ્યારે આ મુદ્દાનો ઉકેલ આવશે. 

ભારત સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય તરીકે હકદાર
ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તત્કાળ પેન્ડિંગ સુધારાઓ પર ભાર મૂકવાના પ્રયત્નોમાં સૌથી આગળ રહ્યું છે. ભારતે પોતે પણ એ વાત પર ભાર મૂક્યો છે કે તે સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય તરીકે સ્થાન મેળવવામાં હકદાર છે. 

હાલમાં UNSC માં 5 સ્થાયી સભ્ય
હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ સ્થાયી સભ્ય દેશ છે અને 10 અસ્થાયી સભ્ય દેશ સામેલ છે. જેમને સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા બે વર્ષના કાર્યકાળ માટે પસંદ કરાય છે. પાંચ સ્થાયી સભ્યોમાં રશિયા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને અમેરિકા છે. આ દેશો પાસે મૂળ પ્રસ્તાવને વીટો ( રોક લગાવવની) કરવાની શક્તિ છે. હાલમાં જ સ્થાયી સભ્યોની સંખ્યા વધારવાની સતત માંગણી તેજ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news