Aamir Khan ની ગેરહાજરીમાં પુત્રી આઈરાએ કરી નાખી સગાઈ, બોયફ્રેન્ડ સાથે લિપ કિસનો Video વાયરલ

Aamir Khan Daughter Ira Khan Got Engaged: બોલીવિડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પુત્ર આઈરા ખાન ખુબ ચર્ચામાં રહે છે. ભલે તે ફિલ્મોમાં કામ કરતી નથી પરંતુ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે હંમેશા લોકોમાં ચર્ચામાં રહે છે. હાલમાં જ આમિર ખાનની પુત્રી આઈરા ખાને એક ચોંકાવનારું પગલું ભર્યું છે.

Aamir Khan ની ગેરહાજરીમાં પુત્રી આઈરાએ કરી નાખી સગાઈ, બોયફ્રેન્ડ સાથે લિપ કિસનો Video વાયરલ

Aamir Khan Daughter Ira Khan Got Engaged: બોલીવિડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પુત્ર આઈરા ખાન ખુબ ચર્ચામાં રહે છે. ભલે તે ફિલ્મોમાં કામ કરતી નથી પરંતુ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે હંમેશા લોકોમાં ચર્ચામાં રહે છે. હાલમાં જ આમિર ખાનની પુત્રી આઈરા ખાને એક ચોંકાવનારું પગલું ભર્યું છે. વાત જાણે એમ છે કે તેણે બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી લીધી છે. એટલું જ નહીં ભરી મહેફિલમાં બોયફ્રેન્ડ નુપુરને લિપલોક પણ કર્યું. આ જોડીના ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. 

જુઓ આઈરા ખાનની સગાઈનો વીડિયો...

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

આઈરા ખાને પોતાની અને નુપુર શિખરેની સગાઈ સંલગ્ન એક વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને લઈને બોલીવુડ હસ્તીઓ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા આઈરા ખાને લખ્યું કે "પોપાએ: તેણે હા પાડી દીધી છે. આઈરા: હા મે હા પાડી દીધી છે." આઈરા ખાનની પોસ્ટ પર બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી, રોહમન શોલ, કૃષ્ણા શ્રોફ, ફાતિમા સના શેખ, હુમા કુરેશી, હેજલ કીચ, અને ગુલ્શન દેવૈયા જેવા અનેક સિતારાઓએ કમેન્ટ કરીને શુભેચ્છા પાઠવી. 

કૃષ્ણા શ્રોફે આમિર ખાનની પુત્રી આઈરા ખાનના વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે આ ખુબ જ ક્યૂટ વસ્તુ છે. તમને અઢળક શુભેચ્છા બેબી ગર્લ. ફાતિમા સના શેખે આઈરા ખાનને શુભેચ્છા પાઠવતા લખ્યું કે આ  ખુબ જ પ્યારી વસ્તુ છે. નુપુર શિખરે તમને ખુબ જ ફિલ્મો છો.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે આઈરા ખાન અને નુપુર શિખરે
અત્રે જણાવવાનું કે આઈરા ખાન અને નુપુર શિખરે ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા ઉપર પણ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતા જોવા મળે છે. આઈરા ખાને પોતાની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નુપુર શિખરેએ તેને એન્ઝાઈટી જેવી સમસ્યાઓમાંથી બહાર આવવામાં મદદ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news