વિધાનસભામાં ભાજપે 156 સીટ જીતી તો ગુજરાતના કલાકારે બનાવી PM મોદીની 156 ગ્રામની સોનાની મૂર્તિ
સુરતના આ કારીગરો સાત મહિના જેટલા સમયથી આ મૂર્તિ પર કામ કરી રહ્યા હતા. અને જ્યારે ડિસેમ્બરમાં સામે આવેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે 156 બેઠકો જીતી ત્યારે, આ મૂર્તિને 156 ગ્રામની બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે આ મૂર્તિ 156 ગ્રામ સોનાની બનાવવામાં આવી છે. સુરતનો ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ તેની કારીગરી માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. ત્યારે સુરતની કંપનીએ બનાવેલી પીએમ મોદીની મૂર્તિ અનોખી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ સુરતમાં 156 ગ્રામ સોનાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીત્યા બાદ આ મૂર્તિ બનાવવામાં આવી છે. 15 થી 20 કારીગરોએ મહિનાઓની મહેનત બાદ આબેહૂબ લાગતી આ મૂર્તિ તૈયાર કરી છે. જેમાં તમામ વિગતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રાધિકા ચેન્સ કંપનીમાં આ મૂર્તિ બની છે. જે લોકોને આકર્ષી રહી છે. 18 કેરેટ સોનામાંથી બનેલી આ મૂર્તિની કિંમત 11 લાખ જેટલી આંકવામાં આવી રહી છે.
આ પણ ખાસ વાંચોઃ
સુરતના આ કારીગરો સાત મહિના જેટલા સમયથી આ મૂર્તિ પર કામ કરી રહ્યા હતા. અને જ્યારે ડિસેમ્બરમાં સામે આવેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે 156 બેઠકો જીતી ત્યારે, આ મૂર્તિને 156 ગ્રામની બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે આ મૂર્તિ 156 ગ્રામ સોનાની બનાવવામાં આવી છે. સુરતનો ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ તેની કારીગરી માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. ત્યારે સુરતની કંપનીએ બનાવેલી પીએમ મોદીની મૂર્તિ અનોખી છે.
આ પણ ખાસ વાંચોઃ
આ પહેલીવાર નથી જ્યારે સુરતના કોઈ જ્વેલર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂર્તિ તૈયાર કરી હોય. વર્ષ 2019માં સુરતના એક જ્વેલર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાડા ત્રણ કિલો ચાંદીમાંથી મૂર્તિ તૈયાર કરી હતી. 24 કેરેટ ચાંદીમાંથી બનાવવમાં આવેલી આ પ્રતિમા જોવા માટે અનેક લોકો આવ્યા હતા. અને હવે સુરતના વધુ એક ટેલેન્ટેડ જ્વલરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આબેહૂબ મુખાકૃતિ બનાવી છે.
આ પહેલા ઈન્દોર અને અમદાવાદના કેટલાક બિઝનેસમેન પીએમ મોદીની મૂર્તિ બનાવી ચૂક્યા છે. ધનતેરસના અવસર પર પીએમ મોદીની તસવીરવાળા સોનાના સિક્કા પણ વેચાય છે. તાજેતરમાં, યુપીના મેરઠમાં આયોજિત જ્વેલરી પ્રદર્શનમાં ઘણા રાજ્યોના બુલિયન વેપારીઓએ તેમના દાગીના પ્રદર્શિત કર્યા હતા. આ પ્રદર્શનમાં પીએમ મોદીની તસવીરવાળા સિક્કા આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. વેપારીઓએ જણાવ્યું કે પીએમ મોદીના સિક્કા માટે ઘણા બધા ઓર્ડર મળ્યા છે.
આ પણ ખાસ વાંચોઃ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે