NMHC Project: PM મોદીએ લોથલ પ્રોજેક્ટની સમીક્ષા વખતે સિકોતરને કેમ કર્યા યાદ? કહ્યું; સદીઓથી થાય છે માતાની પુજા'

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હું ભલે દિલ્હીથી જોડાયો હોઉ પણ મન મગજથી લોથલમાં છું. હું લોથલ ખાતે ચાલી રહેલા કામને જોઇને સંતુષ્ટ છું. આપણી સમુદ્ર વિરાસત એ ઐતિહાસિક ધરોહર છે.

NMHC Project: PM મોદીએ લોથલ પ્રોજેક્ટની સમીક્ષા વખતે સિકોતરને કેમ કર્યા યાદ? કહ્યું; સદીઓથી થાય છે માતાની પુજા'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. વિરાસતને બચાવવા પર જોર આપતા પીએમ મોદીએ કહ્યું કે આપણે આવનારી પેઢી માટે સાચવવી જોઈએ, પરંતુ અગાઉ આવું નહોતું થયું. તેમણે કહ્યું કે ટેક્નોલોજીનો યુગ ઘણો આગળ વધી ગયો છે. પીએમ મોદીએ કહ્યું, 'હું દિલ્હીથી તમારી સાથે ટેક્નોલોજીના માધ્યમથી જોડાયેલું છું, પરંતુ લાગે છે કે હું તમારી સાથે હાજર છું. મેં હમણાં જ ડ્રોન દ્વારા તમામ કામ જોયા અને સમીક્ષા કરી છે, મને લાગે છે કે તમામ કામ સરળતાથી ચાલી રહ્યું છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હું ભલે દિલ્હીથી જોડાયો હોઉ પણ મન મગજથી લોથલમાં છું. હું લોથલ ખાતે ચાલી રહેલા કામને જોઇને સંતુષ્ટ છું. આપણી સમુદ્ર વિરાસત એ ઐતિહાસિક ધરોહર છે. ઇતિહાસની અનેક ગાથાઓને ભુલાવી દેવામાં આવી હતી. ઇતિહાસની એ ઘટનાઓથી ઘણુ શીખી શકાયું હોત. આપણા સંબંધો દુનિયાની દરેક સભ્યતા સાથે હતા એ દરિયાઇ માર્ગોના કારણે હતુ. આપણે ભુલી ગયા કે આપણી પાસે લોથલ અને ધોળાવીરા છે જે સમુદ્ર વેપાર માટે સમ્રુદ્ર બંદર હતા.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હજારો વર્ષો પહેલાં કચ્છમાં મોટા જહાજ બનતા હતા. વિરાસત પ્રત્યે ઉદાસીનતાથી દેશને મોટુ નુકસાન થયુ. આપણે આ વિરાસતને એ ગૌરવ અપાવવાનુ નક્કી કર્યુ. ગુજરાતમાં ઘણા સ્થળે સિકોતર માતાનુ પુજન થાય છે. તેમને સમુદ્રની દેવી ગણવામાં આવે છે. સમુદ્રના ખેડાણ પહેલાં વેપારીઓ સીકોતર માતની પુજા કરતા, જેથી કોઇ અડચણ ન આવે. સદીઓથી સિકોતર માતાની પુજા થાય છે. ઇતિહાસકારોના મતે સિકોતર માતનો સંબંધ સાંકોદ્રા દ્રિપ સાથે છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ હેરીટેજ કોમ્પલેક્શ એવુ બનશે જેથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ લોથલને સમજી શકે. સુરેન્દ્રનગરના ઝીંઝુવડામાં દીવાદાંડી હોવાના પુરાવા ઇતિહાસકારોને મળ્યા છે. ઝીઝુવાળા ગામથી સમુદ્ર 100 કિમિ દૂર હતો. સદીઓ પહેલા આ વિસ્તારમાં વ્યસ્ત પોર્ટ હતું. ભારતના સમૃદ્ધિનું પ્રતીક લોથલ હતું. લોથલ પોર્ટ સીટી હતું. તેનો વિકાસ આશ્ચર્ય જનક છે. લોથલ અર્બન પલાનિંગનો બેનમૂન નમૂનો હતું. લોથલના નગર આયોજનમાંથી આજે પણ ઘણું શીખવાનું છે. લોથલ પોર્ટ પર એ સમયે 84 દેશના ઝંડા ફરકતા હતા. વલ્લભી વિશ્વ વિદ્યાલયમાં વિશ્વના 80 દેશના વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા. જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટિને લોકો જોવા માટે આવે છે એ રીતે નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્પલેક્શને જોવા માટે આવશે. કેવડીયામાં રાજા રજવાડાઓનુ મ્યુઝીયમ બની રહ્યુ છે. પીએમ મોદીએ દિવાળી અને નવા વર્ષની એડવાન્સમાં શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ વિરાસતને બચાવવા પર ભાર મૂક્યો
વડાપ્રધાન મોદીએ પંચ પ્રાણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમણે તે દરમિયાન પોતાની વિરાસત પર ગર્વ હોવાની વાત કરી હતી. પીએમએ કહ્યું કે આપણો દરિયાઈ વારસો આપણા પૂર્વજો દ્વારા આપવામાં આવેલ એક એવો સમુદ્ર વારસો છે. ઈતિહાસની આવી ઘણી એવી કહાની છે, જેને ભૂલી જવામાં આવી હતી, જ્યારે તેને સાચવવા અને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે રસ્તાઓ શોધવાના હતા, પરંતુ એવું થયું નહીં. તેમણે કહ્યું કે ઇતિહાસની એ ઘટનાઓમાંથી આપણે કેટલું શીખી શકીએ. ભારતનો દરિયાઈ વારસો પણ એક એવો વિષય છે જેની ઘણી ચર્ચા થઈ છે.

ભારત મુખ્ય દરિયાઈ વેપાર માર્ગોનો એક ભાગ રહ્યો છેઃ મોદી
મોદીએ જણાવ્યું હતું કે, અમે ધોળાવીરા અને લોથલની ઓળખ પુનઃસ્થાપિત કરીશું. PM એ કહ્યું કે અમારી પાસે પુરાતત્વીય પુરાવા છે, જે સાબિત કરે છે કે હજારો વર્ષ પહેલા પણ ભારત એક દરિયાઈ શક્તિ હતી અને મુખ્ય દરિયાઈ વેપાર માર્ગોનો ભાગ હતો. તેમણે કહ્યું કે લોથલ ખાતે બનાવવામાં આવી રહેલું હેરિટેજ કોમ્પ્લેક્સ સામાન્ય લોકોને ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ વિશે માહિતી આપશે.

શું છે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ 
દેશના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરવા માટે ગુજરાતના ઐતિહાસિક સિંધુ ખીણની સંસ્કૃતિનો પ્રદેશ લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. તેના પ્રથમ તબક્કામાં ભારતીય નૌકાદળ દ્વારા ઉપયોગમાં લેવાતી પાંચ ગેલેરીઓ અને નેવલ ગેલેરી સાથેનું મ્યુઝિયમ બિલ્ડિંગ સંકુલનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news