ટ્રેનમાં એક ટિકીટ પર આનાથી વધુ સામાન લઇ ગયા તો ચૂકવવો પડશે ચાર્જ, લાગશે આટલો ચાર્જ

Indian Railway Rules Book: ટ્રેનમાં સ્લીપર કોચ, ટિયર-2 કોચ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં સામાન લઇ જવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. તમારી ટિકીટ મુજબ એક નક્કી વજન કરવામાં આવ્યું છે અને ટ્રેનમાં તે મુજબ સામાન લઇ જઇ શકશો. 

ટ્રેનમાં એક ટિકીટ પર આનાથી વધુ સામાન લઇ ગયા તો ચૂકવવો પડશે ચાર્જ, લાગશે આટલો ચાર્જ

Indian Railway Rule 2022: દિવાળી અને છઠ પૂજાનો સમય છે. લોકોએ પહેલાંથી જ ટ્રેનની ટિકિટ બુક કરી લીધી છે. જ્યારે કોઇ પોતાના ઘરે જાહેર છે ત્યારે સ્પષ્ટ છે કે તહેવારના સમયે સામાન પણ લઇને જાય છે. શું તમે જાણો છો કે એક મુસાફર ટ્રેનમાં પોતાનો સાથે કેટલો સામાન લઇને જઇ શકે છે. જોકે આ ક્લાસના હિસાબે અલગ હોય છે. જો ટ્રેનમાં ચેકિંગ દરમિયાન તમારી સામે નિર્ધારિત લિમિટથી વધુ મળી આવે છે તો તમારે તમારા ખિસ્સા ઢીલા કરવા પડી શકે છે એટલે કે તમારે દંડ ચૂકવવો પડી શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કયા ક્લાસમાં કેટલો સામાન લઇને જઇ શકો છો. 

ટ્રેનમાં સ્લીપર કોચ, ટિયર-2 કોચ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં સામાન લઇ જવા માટે નિયમ નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે તમે એક નિર્ધારિત સીમા સુધી જ સામાન લઇ શકો છો. તમારી ટિકીટ મુજબથી એક વજન નક્કી કરવામાં આવ્યું છે અને ટ્રેનમાં તે મુજબ સામાન લઇ જઇ શકો છો. 

રેલવેના નિયમો અનુસાર સ્લીપર કોચમાં એક પેસેન્જર 40 કિલો સામાન લઇ શકે છે. જો બે લોકો હોય તો 80 કિલો સુધી સામાન લઇ જઇ શકે છે. આ લિમિટ પ્રતિ મુસાફર મુજબ છે. તો બીજી તરફ ટિયર-2 કોચમાં એક મુસાફર 50 કિલો સુધી સામાન લઇ જઇ શકે છે. ફર્સ્ટ ક્લાસમાં આ લિમિટ વધુ થઇ જાય છે. ફર્સ્ટ ક્લાસમાં મુસાસરી કરનાર 70 કિલો સુધી સામાન લઇ જઇ શકે છે. 

આ છે દંડનો નિયમ
જો કોઇ લિમિટથી વધુ સામાન લઇને ટ્રેનમાં મુસાફરી કરે છે તો તેને 500 કિલોમીટર સુધી મુસાફરી કરવામાં 600 રૂપિયાથી વધુ ફાઇન ચૂકવવો પડે છે. આ દંડ અંતરના આધારે નક્કી કરવામાં આવે છે. જો સામાન વધુ છે તો લગેજ બોગીમાં તેને જમા કરાવવાનો હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news