રૂપાલાએ વધુ એક વિવાદને નોતર્યો, ક્ષત્રિય આગેવાન સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ

Parasottam Rupala Audio Viral : પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વધ્યો વિરોધ, વિરોધ વચ્ચે રૂપાલાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ, ક્ષત્રિય આગેવાન સાથેની વાતચીતની ક્લીપ વાયરલ

રૂપાલાએ વધુ એક વિવાદને નોતર્યો, ક્ષત્રિય આગેવાન સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ

Loksabha Election 2024 : પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધતાં પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટમાં રૂપાલાના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. SP સહિતના અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધના પગલે સુરક્ષા-વ્યવસ્થા વધારાઈ છે. તો બીજી તરફ, રૂપાલાએ અનુસૂચિત જાતિ વિશે નિવેદન આપીને વિવાદને વધાર્યો છે. પરશોત્તમ રૂપાલા સામે બે સમાજનો વિરોધ વધી રહ્યો છે, ત્યારે વિરોધ વચ્ચે રૂપાલાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. ક્ષત્રિય આગેવાન સાથેની વાતચીતની ક્લીપ વાયરલ થઈ છે. રૂપાલની વિવાદિત નિવેદન અંગે ઓડિયો ક્લીપમાં ચર્ચા થઈ છે, જેમાં ક્ષત્રિય આગેવાન ખુલાસો માંગી રહ્યાં છે. પરશોત્તમ રૂપાલા પોતાના વિવાદ પર જવાબ આપી રહ્યાં છે. 

રૂપાલાની કથિત ઓડિયો ક્લિપ
ક્ષત્રિય આગેવાન: કયા રાજાએ, કઈ તલવારો, ક્યારે કામ નહોતી આવી?
ક્ષત્રિય આગેવાન: કયા અંગ્રેજો જોડે બેન વ્યવહાર કે બેટી વ્યવહાર કર્યો?
ક્ષત્રિય આગેવાન: અંગ્રેજોનું નામ બોલો, કોઈ રાજાનું કે કોઈ રજવાડાનું નામ બોલો તો તમે?
રૂપાલા: અંગ્રેજોની તલવારો રૂખીઓ ઉપર કામ નહોતી આવી.
ક્ષત્રિય આગેવાન: ના ના, તમે જે બોલ્યા છો, એ બોલો
રૂપાલા: રૂખી સમાજના કાર્યક્રમમાં જ હું બોલ્યો છું
ક્ષત્રિય આગેવાન: હા હા, તમે એ સમાજના કાર્યક્રમમાં જ બોલ્યા
રૂપાલા: કાર્યક્રમમમાં ભજન હતાં, ત્યાં હું બોલ્યો છું
રૂપાલા: રૂખીઓએ અંગ્રેજોના દમન સામે, એની તલવારો સામે એ લોકો ન ઝૂક્યા
ક્ષત્રિય આગેવાન: ના ના, તમારું સ્ટેટમેન્ટ આખું અલગ છે. 
ક્ષત્રિય આગેવાન: તમે બોલ્યા હતા કે રાજા રજવાડાં નીચાં થઈ ગયાં
ક્ષત્રિય આગેવાન: એમની બેન દીકરીઓના વ્યવહાર કર્યા અંગ્રેજો સાથે
રૂપાલા: અંગ્રેજો સાથે નહીં, અંગ્રેજો સાથે નહીં
ક્ષત્રિય આગેવાન: તો કોના સાથે, તમે સ્પષ્ટ એવું બોલ્યા છો કે અંગ્રેજો સાથે
રૂપાલા: મારું જે વક્તવ્ય હતું કે આપણો દેશ હજાર વર્ષ ગુલામ રહ્યો
રૂપાલા: મુસલમાનો હજારો વર્ષ રહ્યા, અંગ્રેજો અઢીસો વર્ષ રહ્યા
રૂપાલા: એમાં મુસલમાનોના દમન સામે રાજાઓએ બેટી વ્યવહાર કર્યા છે

અનુસૂચિત જાતિ રૂપાલાથી નારાજ
ક્ષત્રિયો વિશે વિવાદિત નિવેદન બાદ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ માફી માગી હતી. ક્ષત્રિયોને રાજી કરવાના ચક્કરમાં રૂપાલાએ અનુસુચિત જાતિના લોકોની લાગણી દુભાવી છે. જેને લઈને હવે  અનુસુચિત જાતિના લોકોમાં રોષ ફેલાયો છે. રાજકોટના ક્ષત્રિયોના કાર્યક્રમમમાં પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતુ કે જે કાર્યક્રમમાં તેમનાથી બોલવામાં જીપ લપસી હતી એ એ કાર્યક્રમ કંઈ કામનો નહોતો. જી હા,,, તેમણે કહ્યું કે રાજકોટનો જે કાર્યક્રમ હતો તે અનાયોજિત કાર્યક્રમ હતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાનાં ભજન માટે ગયા હતા. પરંતુ એમાં મારા ઉચ્ચારણથી મારી પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો છે.

રૂપાલાને માફ કરી દેવા જોઈએ 
પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીને લઇ દાંતા સ્ટેટના રાજવી પરિવારનું નિવેદન સામે આવ્યું છે. પરસોત્તમ રૂપાલાના નિવેદનના પડઘા ગુજરાતના સરહદી વિસ્તાર સુધી પડ્યા છે. હાલ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીને લઇ દાંતા સ્ટેટના રાજવી પરિવારના એચએચ રિદ્ધિરાજ સિંહજીએ કહ્યું કે, નેતાઓએ વિકાસ ની વાતો કરવી જોઈએ, ત્યાં આવી કોઈપણ જાતિ પર અભદ્ર થયેલી ટિપ્પણી ન કરવી જોઈએ. રજવાડાના સમયમાં મોગલોના રાજાઓ દ્વારા 17 વખત થયેલી ભૂલોને ક્ષત્રિય રાજા પૃથ્વીરાજ સિંહએ માફ કરી હતી. તો ક્ષત્રિય સમાજે પણ પરષોત્તમ રૂપાલા દ્વારા માંગેલી બે વખતની માફીને ધ્યાને લેવી જોઈએ અને આ બાબતનો સુખદ નિવેડો લાવવો જોઈએ. તો બીજી તરફ તેઓએ ક્ષત્રિય સમાજે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની જે માંગ કરી છે તેને અયોગ્ય ગણાવી છે. આ વિશે તેમણે કહ્યું કે, નેતા બીજી જગ્યાએ ઉભા રહીને પણ ચૂંટણી લડી લેશે તે માત્ર એનો ઉપાય નથી પણ સાથે બેસીને નિરાકરણ લાવવુ જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news