'મન હોય તો માળવે જવાય' એ કહેવત સુરતની વૈશાલી પટેલે સાર્થક કરી, 3 વર્ષે એક હાથ નિષ્ક્રિય થયો, છતાં આજે...
કહેવાય છે કે અડીખમ મનોબળને કોઈ ક્યારેય ડગમગાવી શકતું નથી. તેવી જ કહેવતને સાર્થક કરતી વૈશાલી બેડમિન્ટન માં સતત આગળ વધી રહી છે. સતત પ્રેક્ટિસ અને અડગ મનોબળ સાથે એક બાદ એક મેડલ પોતાના નામે કરી રહી છે. વૈશાલી જ્યારે ત્રણ વર્ષની હતી...
Trending Photos
સુરત: શહેરમા બેડમિન્ટનની પ્રેક્ટિસ કરી પેરુમાં રમાયેલી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ડબલ્સમાં મેડલ જીતનારી વૈશાલીનો ત્રણ વર્ષની વયે જ ડાબો હાથ નિષ્ક્રિય થઈ ચૂક્યો હતો. જોકે ત્યારબાદ કઈક અલગ કરવાના જુસ્સા સાથે આગળ વધી રહી છે. જેનું સપનું ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ભારતને ગર્વ અપાવવાનું છે.
કહેવાય છે કે અડીખમ મનોબળને કોઈ ક્યારેય ડગમગાવી શકતું નથી. તેવી જ કહેવતને સાર્થક કરતી વૈશાલી બેડમિન્ટન માં સતત આગળ વધી રહી છે. સતત પ્રેક્ટિસ અને અડગ મનોબળ સાથે એક બાદ એક મેડલ પોતાના નામે કરી રહી છે. વૈશાલી જ્યારે ત્રણ વર્ષ ની હતી ત્યારે જ પોલિયોના કારણે તેનો ડાબો હાથ નિષ્ક્રિય થઈ ગયો હતો. જોકે ત્યારબાદ તેમણે બેડમિન્ટનમાં હાથ અજમાવ્યો હતો.
ચાર વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમતી વૈશાલી પટેલ પોતાની રીતે આગળ વધી સ્કૂલમાં પણ વૈશાલી અભ્યાસમાં આગળ પડતી રહી છે. વૈશાલી હાલ DGVCL માં નોકરી પણ કરે છે તેમજ બેડમિન્ટનમાં પણ મોખરે છે. વૈશાલી એક વખત બેડમિન્ટન મેચ ટીવીમાં જોઈ રહી હતી, ત્યારે તેમને રમવાની ઇચ્છાએ થઈ હતી અને એક ભાઈને કહેતા તેમને બેડમિન્ટન રમવાની તાલીમ આપી હતી.
વૈશાલીએ નવસારીમાંથી પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ સુરતમાં પ્રોફેશનલ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. વૈશાલીએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ તેમના પતિ પણ તેમને સપોર્ટ કરે છે. આ સપોર્ટના કારણે હાલ પેરુના લીમામાં પેરુ પેરા બેડમિન્ટનનું આયોજન કરાયું હતું. જેમાં ડબલ્સમાં વૈશાલી અને પારુલ પરમારની જોડીએ ગોલ્ડ જીતી ગૌરવ વધાર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે