'દંડા ખાવા અમારે જવાનું', રાજકોટમાં ક્ષત્રિયોના સંમેલન બાદ પદ્મિનીબા વાળાએ બળાપો કાઢ્યો

Rupala controvercy : રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા રવિવારે રાજકોટમાં એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. આ સંમેલન બાદ પદ્મિનીબા વાળાનો એક ઓડિયો વાયરલ થયો છે. 

'દંડા ખાવા અમારે જવાનું', રાજકોટમાં ક્ષત્રિયોના સંમેલન બાદ પદ્મિનીબા વાળાએ બળાપો કાઢ્યો

Rupala controvercy / અમદાવાદઃ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટથી લોકસભાના ઉમેદવાર રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મુદ્દે રવિવારે રાજકોટમાં ક્ષત્રિયોનું મોટું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં લાખો લોકો હાજર રહ્યાં હતા. આ સંમેલન દ્વારા ક્ષત્રિય સમાજે રૂપાલા મુદ્દે 19 એપ્રિલ સુધી અલ્ટિમેટમ આપ્યું છે. ક્ષત્રિયોના આ સંમેલન બાદ પદ્મિનીબા વાળાનો ઓડિયો સામે આવ્યો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 15, 2024

પદ્મિનીબા વાળાનો ઓડિયો સામે આવ્યો
પદ્મિનીબા વાળાના સામે આવેલા ઓડિયોમાં તે કહી રહ્યાં છે કે ગઈકાલે આટલા બધા લોકો ભેગા થયા હતા. લોકોને આશા હતી પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહીં. તેમણે સંમેલન પર સવાલ ઉઠાવતા કહ્યું કે રાજકોટમાં માત્ર ભાષણ સાંભળવા આવ્યા હતા. તેમણે કહ્યું કે શું બધા સ્ટેજ પર ભાષણ કરવા આવ્યા હતા. આમ લડત કઈ રીતે જીતી શકાય. 

તેમણે કહ્યું કે પરશોત્તમ રૂપાલાને ફોર્મ શા માટે ભરવા દેવું? તેમણે કહ્યું કે તેની શું ગેરંટી રૂપાલા હારી જશે?  તેમણે કહ્યું કે હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી. તેમણે કહ્યું કે દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું તો આ સંકલન સમિતિ જીત કઈ રીતે અપાવશે. પદ્મિનીબાએ કહ્યું કે આંદોલન દિવસેને દિવસે ઠંડુ પડી રહ્યું છે. 

ફોર્મ ભરવા દેવા પર પણ સવાલો ઉઠાવ્યા

પદ્મિનીબાએ કહ્યું કે હવે આટલા લોકો ભેગા કઈ રીતે કરવાના. તેમણે સમાજને પ્રશ્ન કરતા કહ્યું કે હવે શું કરવાનું છે. આમાં શું ગુંચવાડો થયો તે ખબર પડતી નથી. તેમણે કહ્યું કે રૂપાલા રૂપાલા ફોર્મ ભરશે એટલે હાથા બનાવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે મારૂ નામ વક્તાઓમાં નહોતું. સંકલન સમિતિ શા માટે મને રોકે છે. તેમણે ફોર્મ ભરવા દેવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સંમેલનમાં 19 એપ્રિલ બાદ આંદોલન પાર્ટ-2 પર કહ્યું કે જે કરવાનું હોય તે અત્યારે જ કરો. રાહ શું કામ જુઓ છો. તેમણે કહ્યું કે આપણે ભેગા થયા પણ કંઈ ન થયું. આપણે આપણું સંગઠન દેખાડવાનું હતું. આ સાથે પદ્મિનીબા બોલ્યા કે અમારી લડાઈ ચાલૂ જ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news