મોરબીના નકલંક દાદાને ધરાવાયો અન્નકૂટ, 100થી વધુ ગામના લોકો ઉમટ્યા
નવા વર્ષનો પ્રારંભ મોટાભાગે લોકો દેવદર્શન કરીને તેમજ વડીલો સહિતનાઓના આશીર્વાદ મેળવીને કરતા હોય છે અને ત્યારે એક મેકને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવતા હોય છે
Trending Photos
હિમાંશુ ભટ્ટ, મોરબી: નવા વર્ષનો પ્રારંભ મોટાભાગે લોકો દેવદર્શન કરીને તેમજ વડીલો સહિતનાઓના આશીર્વાદ મેળવીને કરતા હોય છે અને ત્યારે એક મેકને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવતા હોય છે. મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ નકલંક ઘોડા વાળાના મંદિરે અન્નકુંટ દર્શન, મહા આરતી અને મહા પ્રશાદ સહિતનું દર વર્ષની જેમ આજોયન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં આસપાસના 100થી વધુ ગામના લોકો દર વર્ષની જેમ ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો:- અરવલ્લીમાં અનોખી રીતે કરાઇ નવા વર્ષની ઉજવણી
મોરબી નજીકના બગથળા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામ જનોના સહકારથી અન્નકૂટ દર્શન, મહા આરતી અને મહા પ્રસાદનું મંદિરના મહંત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવાથી જ મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા હતા અને સહુ કોઈએ નકલંક દાદાના દર્શન, મહા આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો નકલંક મંદિરે આવતા હોય છે.
જેથી ત્યાં સ્નેહમિલન જેવું વાતાવરણ પણ જોવા મળે છે કેમ કે, બીલીયા, બગથળા, બરવાળા, મોડપર, માણેકવાડા, નાની વાવડી, મોટી વાવડી, પંચાસર, શારદા નગર, જેપુર, ખેવારીયા, ગોર ખીજડીયા સહીત 100 જેટલા ગામોમાંથી લોકો અહી આવતા હોય છે. આટલું જ નહિ રાજકીય પક્ષના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો પણ નકલંક દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે.
દાદાનો પ્રસાદ લઈને જેના અન્ન ભેગા તેના મન ભેગા તે ઉક્તિને સાર્થક કરતા હોય છે. ખાસ કરીને નવા વર્ષમાં દરેક લોકો નકલંક દાદાના દર્શન કરીને તમામ લોકોને દાદા શરીર સુખ આપે તેવી પ્રર્થના કરતા હોય છે. આ મંદિરના મહંતના કેહવા પ્રમાણે નકલંક મંદિરની સ્થાપના ૨૦૦ વર્ષ પૂર્વે કરવામાં આવી છે. ત્યારથી જ દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન રાખવામાં આવે છે. જેનો આસપાસના ગામના હજારો લોકો લાભ લેતા હોય છે.
નકલંક દાદાની કૃપાથી આ પંથકમાં લોકોની ખુબ જ પ્રગતિ થયેલી છે. ત્યારે આગામી વર્ષમાં દાદાની તમામ ભગતો પર અને આસપાસના ગામો પર કૃપા બની રહે તેવી પ્રાથના કરી છે. તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડતા જળવાઈ રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી. ગત વર્ષમાં ઘણી બધી હેરાન ગતિનો લોકોએ સામનો કર્યો છે. જેમાં ખાસ કરીને મંદી અને મોંઘવારી સૌથી મોખરે રહેલ છે.
આ બન્નેની અસરના કારણે ધંધા, રોજગાર પડી ભંગિયા છે. ત્યારે આજથી સારું થતા નવા વર્ષમાં એક મેકને શુભેચ્છા આપતા સહુ કોઈએ એવી આશા અને અપેક્ષ વ્યક્ત કરી હતી કે આગામી વર્ષમાં આવા દિવસો અને આવી હેરાન ગતિ પછી ના આવે તો સારું અને સારા ધંધા રોજગાર નીકળે તે માટે નકલંક દાદા પ્રાથના કરી હતી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે