ખૂંખાર બગદાદીને અમેરિકી કમાન્ડોએ દોડાવી દોડાવીને માર્યો, જાણો ખાતમાની ઈનસાઈડ સ્ટોરી

સીરિયાના ઈદલિબ પ્રાંતના આંતરિયાળ ગામ બારિશામાં લોકોને શનિવારે રાતે શોરબકોર સંભળાયો. થોડીવારમાં સ્પષ્ટ થઈ ગયું કે આ મિલેટ્રી મુવમેન્ટ છે. પરંતુ આ રોજ થતી લડાઈ નથી. પરંતુ ઓટોમેટિક ગનની દુનિયામાં દહેશત નાખનારા આઈએસના આતંકી હથિયાર પડતા મૂકી ચૂક્યા હતાં. ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ ઈસ્લામિક સ્ટેટના હથિયારબંધ આતંકીઓ માટે અમેરિકાનો આ સરપ્રાઈઝ એટેક ચોંકાવનારો હતો. અહીં અમેરિકી સૈનિકો હાઈ પ્રોફાઈલ આતંકી અબુ  બકર અલ બગદાદીની શોધ કરતા પહોંચ્યા હતાં. 

ખૂંખાર બગદાદીને અમેરિકી કમાન્ડોએ દોડાવી દોડાવીને માર્યો, જાણો ખાતમાની ઈનસાઈડ સ્ટોરી

નવી દિલ્હી: સીરિયાના ઈદલિબ પ્રાંતના આંતરિયાળ ગામ બારિશામાં લોકોને શનિવારે રાતે શોરબકોર સંભળાયો. થોડીવારમાં સ્પષ્ટ થઈ ગયું કે આ મિલેટ્રી મુવમેન્ટ છે. પરંતુ આ રોજ થતી લડાઈ નથી. પરંતુ ઓટોમેટિક ગનની દુનિયામાં દહેશત નાખનારા આઈએસના આતંકી હથિયાર પડતા મૂકી ચૂક્યા હતાં. ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ ઈસ્લામિક સ્ટેટના હથિયારબંધ આતંકીઓ માટે અમેરિકાનો આ સરપ્રાઈઝ એટેક ચોંકાવનારો હતો. અહીં અમેરિકી સૈનિકો હાઈ પ્રોફાઈલ આતંકી અબુ  બકર અલ બગદાદીની શોધ કરતા પહોંચ્યા હતાં. 

દુનિયાના સૌથી ખૂંખાર આતંકીના  ખાત્માની કહાની ફિલ્મી અંદાજમાં કરાઈ હતી. એટલું જ નહીં આ ફિલ્મી કાર્યવાહી ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં બેસીને જોતા હતાં. ટ્રમ્પે જણાવ્યું કે બગદાદીના ઠેકાણાને હેલિકોપ્ટરથી ઘેરી લેવાયું હતું. અમેરિકી સેનાના 70 કુશળ ડેલ્ટા કમાન્ડોઝને જમીન પર ઉતારાયા હતાં અને ત્યારબાદ બગદાદીની તે ગુફા જેવા બંકરને ઘેરી લેવાયું હતું. જેમાં છૂપાઈને તે દુનિયામાં દહેશત ફેલાવવાના પ્લાન  બનાવતો હતો. 

અમેરિકી સૈનિકો સાથે કૂતરા અને રોબર્ટ હતાં
અમેરિકી કમાન્ડો પાસે હથિયારો ઉપરાંત તાલિમબદ્ધ કૂતરા અને એક રોબર્ટ પણ હતાં જે કોઈ પણ પ્રકારના આત્મઘાતી હુમલાનો સામનો કરી શકે. અમેરિકી કમાન્ડોઝના બે જ હેતુ હતા, બગદાદીને પકડવો કે પછી ખાતમો કરવો. એક બાજુ સીરિયામાં કમાન્ડોઝ આ એક્શનમાં હતાં તો સાંજે ગોલ્ફ રમીને પાછા ફરેલા ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં બેસીને લાઈવ સ્ટ્રિમિંગ જોઈ રહ્યાં હતાં. 

મુખ્ય દરવાજાની જગ્યાએ દીવાલને ઉડાવી
બગદાદીની ગુફાને ઘેરી લીધા બાદ પૂરી સાવધાનીથી ડેલ્ટા કમાન્ડો આગળ વધી રહ્યાં હતાં. ગુફાના દરવાજાને ખોલવામાં રિસ્ક  હતું. આશંકા હતી કે તેની આડમાં ક્યાંક ભારે ભરખમ વિસ્ફોટક લઈને ન બેઠા હોય. કમાન્ડોઝે ગુફાની એક દિવાલને જ ઉડાવી દીધી. અંદર બગદાદીની બે પત્નીઓ હતી, જેમણે કમરમાં વિસ્ફોટક બેલ્ટ પણ બાંધ્યો હતો. પરંતુ પોતાને ઉડાવ્યાં નહીં. બંને અમેરિકી કમાન્ડોઝ અને આતંકીઓ વચ્ચેના ફાયરિંગમાં મરી ગઈ. અમેરિકી સેનાએ મોટી સંખ્યામાં બગદાદીના આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. 

બગદાદીને કહ્યું કે સરન્ડર કરો, ઘેરાઈ ગયો છે
ત્યારબાદ ગુફામાં અંધારામાં જ અમેરિકી સેના દરેક રૂમની તલાશી લઈ રહી હતી. આ બધા વચ્ચે અરબી બોલનારા એક વ્યક્તિએ બગદાદીને સરન્ડર કરવાનું કહ્યું. પરંતુ બગદાદીએ સરન્ડર કરવાની જગ્યાએ ભાગવાનો નિર્ણય લીધો. ડેલ્ટા ફોર્સે  ગુફાના દરેક ખૂણે અને ભાગી શકે તેવા દરેક રસ્તે શોધ આદરી. આ બધા વચ્ચે અમેરિકી સૈનિકોએ 11 માસૂમ બાળકોને પણ જીવતા બચાવ્યાં. ગુફામાં જીવતા બચેલા ઈસ્લામિક સ્ટેટના આતંકીઓને ખબર હતી કે હવે તેમનો સમય પૂરો થયો છે અને તેમણે સરન્ડર કરી દીધુ. 

આતંકી બગદાદીને દોડાવ્યો
એકવાર જ્યારે આખી ગુફા ખાલી થઈ ગઈ તો ફરી કમાન્ડોઝ અને તેમની સાથે રહેલા કૂતરાઓએ બગદાદીનો પીછો કરવાનું શરૂ કરી દીધુ. બગદાદી સાથે તેના 3  બાળકો પણ હતાં. સૈનિકોને ખબર હતી કે આ કપરું ટારગેટ છે આથી ધીરે ધીરે આગળ વધ્યાં અને ટ્રેઈન્ડ કૂતરા મોકલ્યાં.

જુઓ LIVE TV

ઘેરાયેલા બગદાદીએ વિસ્ફોટક બેલ્ટથી પોતાને ઉડાવી
પૂરી રીતે ઘેરાયા બાદ ખૂંખાર આતંકી બગદાદીએ વિસ્ફોટક બેલ્ટ પોતાની કમરમાં બાંધ્યો અને પોતાની જાતને ઉડાવી દીધી. એટલું જ નહીં તેની સાથે 3 માસૂમ બાળકો પણ માર્યા ગયાં. અમેરિકી રાષ્ટ્રપતિના જણાવ્યાં મુજબ બગદાદી રડી રહ્યો હતો, બૂમો પાડી રહ્યો હતો હતો, રડી રહ્યો હતો, કરગરી રહ્યો હતો અને દહેશતમાં હતો. બગદાદીને અમેરિકી સેનાએ દોડાવી  દોડાવીને માર્યો. અમેરિકી રાષ્ટ્રપતિના જણાવ્યાં મુજબ બગદાદી રડી રહ્યો હતો, બૂમો પાડી રહ્યો, કરગરી રહ્યો હતો અને દહેશતમાં હતો. જ્યારે તેને પોતાનું મોત નજીક દેખાયું તો તેણે કૂતરાના શિકાર થવાની જગ્યાએ પોતાના વિસ્ફોટક જેકેટથી પોતાની જાતને ઉડાવી દીધી. વિસ્ફોટથી સુરંગ ધસી પડી અને બગદાદી અને તેના 3 બાળકો ઉપર અનેક ટન કાટમાળ ધસી પડ્યો. આ વિસ્ફોટમાં બગદાદીનું શરીર ક્ષત વિક્ષત થઈ ગયું. કદાચ એ જ કારણ છે કે બગદાદીના મોતની જાહેરાત કરતી વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તે કૂતરાના મોતે માર્યો ગયો. 

ઘટના સ્થળે જ DNA ટેસ્ટ કરાવીને બગદાદીના મોતની પુષ્ટિ
બગદાદી આત્મઘાતી વિસ્ફોટ બાદ ધૂમાડામાં ફેરવાઈ ગયો. યેનકેન પ્રકારે અમેરિકી સૈનિકો તેને શોધતા પહોંચ્યાં તો જોયું કે તે મરી ગયો છે. જો કે તેના શરીરના કેટલાક અંગોનો એક નાનકડી ફિલ્ડ કિટ દ્વારા ડીએનએ ટેસ્ટ કર્યો. જેમાં બગદાદી માર્યો ગયો હોવાની પુષ્ટિ થયા બાદ આ ખબર સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ. અમેરિકી સૈનિકોએ વ્હાઈટ હાઉસને જાણ કરી કે '100 પર્સન્ટ કોન્ફિડેન્સ જેકપોટ! ઓવર'

બગદાદીનું કોડનેમ 'જેકપોટ' રખાયું હતું
જેકપોટ અમેરિકી સેના તરફથી બગદાદી માટે કોડનેમ રાખવામાં આવ્યું હતું. અત્રે જણાવવાનું કે 2011માં લાદેન વિરુદ્ધના ઓપરેશન સમયે પણ તેને જેકપોટ કોડનેમ રાખવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news