મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ ગવર્નરને મળ્યાં, શિવસેનાએ અલગથી કરી મુલાકાત

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત અલગ મોડ પર પહોંચી છે. આ કડીમાં આજે બંને પક્ષના નેતાઓએ અલગ અલગ રાજ્યપાલ સાથે મુલાકાત કરી.

મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ ગવર્નરને મળ્યાં, શિવસેનાએ અલગથી કરી મુલાકાત

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત અલગ મોડ પર પહોંચી છે. આ કડીમાં આજે બંને પક્ષના નેતાઓએ અલગ અલગ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલની મુલાકાત કરી. તે અગાઉ શિવસેનાના નેતા દિવાકર રાઉતે ગવર્નર ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. જો કે શિવસેના નેતાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે રાજનીતિક કારણોથી તેઓ ગવર્નરને મળ્યા નથી. રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થઈ નથી. હકીકતમાં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન 50-50ના ફોર્મ્યુલામાં ફસાયેલું છે. ઉદ્ધવ ઠાકરેએ લેખિતમાં સરકાર પાસે અઢી વર્ષ માંગ્યા છે. 

શિવસેનાએ આંખ ફેરવીને કહી દીધુ છે કે 'અઢી વર્ષ આપી દો સરકાર' નહીં તો વિકલ્પ તૈયાર છે. આ બાજુ ફડણવીસે કહ્યું છે કે ભાજપના નેતૃત્વમાં 5 વર્ષ માટે સરકાર બનાવશે. શિવસેના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું કે ભાજપ 105 ધારાસભ્યોને લઈને એકલી સરકાર બનાવી શકે તો અમારી તેમને શુભકામનાઓ. રાઉતે કહ્યું કે અમે પણ જોઈશું કે ભાજપ આટલા ધારાસભ્યો સાથે સરકાર કેવી રીતે બનાવે છે. 

જુઓ LIVE TV

શિવસેના મહારાષ્ટ્રમાં 2018નો કર્ણાટક ફોર્મ્યુલા અપનાવી રહી છે. આ ફોર્મ્યુલા હેઠળ ભાજપથી ઓછી બેઠક મેળવી હોવા છતાં ભાજપ પાસે મુખ્યમંત્રી પદની દાવેદારી કરી રહી છે. 2018માં કર્ણાટકમાં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે કોંગ્રેસની સરખામણીમાં જેડીએસની ઓછી સીટો હોવા છતાં રાજકીય મજબૂરીના પગલે કોંગ્રેસે જીડીએસ નેતા કુમારસ્વામીને સીએમ બનાવ્યાં હતાં. 

સૂત્રોનું માનીએ તો શિવસેના તે જ પેટર્ન અપનાવી રહી છે. શિવસેના જાણે છે કે ભાજપની સીટો ઓછી છે અને શિવસેના વગર ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે અને આવામાં ભાવતાલ કરીને અઢી વર્ષ માટે પોતાનો સીએમ ઈચ્છે છે. આ સાથે ગૃહ, નાણું, અને અન્ય મહત્વના મંત્રાલયો ઈચ્છે છે. 

આ બાજુ ભાજપ તરફથી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપના નેતૃત્વમાં જ સરકાર બનશે. એટલે કે ભાજપ ફરીથી એકવાર મહારાષ્ટ્રમાં મોટા ભાઈની ભૂમિકામાં જોવા મળશે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news