ગુજરાતના વધુ એક IPS દિલ્હી ડેપ્યુટેશન પર, તો બીજી બાજુ AMCમાં 208 અધિકારીઓની બદલી

અમદાવાદમાં AMC કમિશનરે એસ્ટેટ TDO ખાતામાં મોટા પાયે કર્મચારીઓની બદલી કરી છે, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ TDOની બદલી કરાઈ

ગુજરાતના વધુ એક IPS દિલ્હી ડેપ્યુટેશન પર, તો બીજી બાજુ AMCમાં 208 અધિકારીઓની બદલી

ઝી બ્યુરો/અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એકવખત કર્મચારીઓની બદલીનું ભૂત ધ્રૂણ્યું છે. આજે ફરી એકવાર કર્મચારીઓની બદલીનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. જેમાં એસ્ટેટ-ટિડીઓ ખાતામાં એક સાથે 208 કર્મચારી-અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં આસિટન્ટ એસ્ટેટ ઓફીસર, આસિટન્ટ ટિડીઓ, વોર્ડ ઇન્સપેક્ટર અને સબ ઇન્સપેક્ટરની સામુહીક બદલીઓ થઈ છે.

મ્યુનિસિપલ કમિશ્નરે  એસ્ટેટ-ટિડીઓ ખાતામાં એક સાથે 208 કર્મચારી-અધિકારીઓની આંતરિક બદલીના આદેશ કર્યા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ વિવિધ ખાતાના 500 કરતા વધુ કર્મચારીઓ અધિકારીઓની બદલી કરાઇ હતી. ત્યારે સમાચાર મળી શકે છે કે આગામી દિવસોમાં વધુ એક બદલીની યાદી આવી શકે છે. ઇજનેરી વિભાગમાં પણ 15 અધિકારી-કર્મચારીઓની બદલી કરાઇ છે.

આ સિવાય એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર ખાતેથી વધુ એક IPS અધિકારીને દિલ્હી ખાતે ડેપ્ટુટેશ અપાયું છે. સૌરભ તોલંબિયા GAILના એડવાઈઝર તરીકે નિમણૂંક કરાઈ છે. તોલંબિયા ત્રણ વર્ષ માટે દિલ્હી ડેપ્યુટેશન પર જશે. તમને જણાવી દઈએ કે, 2007 બેચના IPS અધિકારી સૌરભ તોલંબિયા છે. 

અગાઉ 586 કર્મચારી અને અધિકારીઓની બદલી કરાઈ હતી
અગાઉ અમદાવાદ મનપાના ઈજનેર વિભાગના 586 કર્મચારી અને અધિકારીઓની બદલીના આર્ડર કરાયા હતા. AMC કમિશ્નર દ્વારા બદલી કરવામાં આવી હતી. એક જ ઝોનમાં 1 હજાર દિવસથી વધુ કામગીરી કરનારા અધિકારી અને કર્મચારીઓની બદલી કરાઈ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news