ગુજરાતનો આ જિલ્લો બન્યો કોરોના મુક્ત, માત્ર 3 દર્દીઓ હતા તેમણે પણ આપી કોરોનાને મ્હાત

સમગ્ર ગુજરાતને કોરોનાએ ભરડો લીધો છે. સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓ કોરોનાની ગંભીર ઝપટે ચડી ચુક્યા છે. જો કે આ તમામ વચ્ચે તાપી જિલ્લામાંથી કોરોના માટે સારા સમાચાર આવી રહ્યા છે. તાપી જિલ્લો હવે કોરોના મુક્ત બની ચુક્યો છે. તાપી જિલ્લાના ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ નેગેટિવ આવતા સમગ્ર જિલ્લો કોરોના મુક્ત બની ચુક્યો છે. 

ગુજરાતનો આ જિલ્લો બન્યો કોરોના મુક્ત, માત્ર 3 દર્દીઓ હતા તેમણે પણ આપી કોરોનાને મ્હાત

સુરત : સમગ્ર ગુજરાતને કોરોનાએ ભરડો લીધો છે. સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓ કોરોનાની ગંભીર ઝપટે ચડી ચુક્યા છે. જો કે આ તમામ વચ્ચે તાપી જિલ્લામાંથી કોરોના માટે સારા સમાચાર આવી રહ્યા છે. તાપી જિલ્લો હવે કોરોના મુક્ત બની ચુક્યો છે. તાપી જિલ્લાના ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ નેગેટિવ આવતા સમગ્ર જિલ્લો કોરોના મુક્ત બની ચુક્યો છે. 

કુકરમુંડાના ઇટવાઇ ગામમાં કોરોનાના દર્દીઓને અમદાવાદ ખાતેથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. કોરોનાના ત્રણેય દર્દીઓ અમદાવાદની કોવિડ-19 હોસ્પિટલ ખાતે દાખલ હતા. સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા સમગ્ર જિલ્લો કોરોના મુક્ત બન્યો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, આ દર્દી કોરોના પોઝિટિવ હોવાની સાથે સાથે તેની કેન્સરની પણ સારવાર ચાલી રહી હતી. 

તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 3 જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે ત્રણેય કોરોના મુક્ત બનતા સમગ્ર જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સંપુર્ણ પણે કોરોના મુક્ત એક માત્ર જિલ્લો અમરેલી છે. જો કે હવે તાપી જિલ્લો પણ કોરોના મુક્ત બન્યો છે. તમામ ત્રણ કોરોનાં પોઝીટીવ કેસ ને ડિસ્ચાર્જ આપવામાં આવતા જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર માટે રાહતના સમાચાર. જો કે હવે જિલ્લો કોરોના મુક્ત રહે તે માટે કલેક્ટર દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news