Hardik Patel : ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલની થઈ શકે છે ધરપકડ, આ કોર્ટે કર્યો આદેશ

Patidar Anamat Andolan : હાર્દિક પટેલ ઉપર કેસ ચાલતો હોઈ આ કેસમી મુદતોમાં હાર્દિક પટેલ હાજર ન રહેતાં કોર્ટ બગડી છે. હવે સવાલ એ છે કે પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરી હાજર રાખે છે કે હાર્દિક પટેલ જાતે આ કેસની મુદતમાં કોર્ટમાં હાજર રહે છે

Hardik Patel : ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલની થઈ શકે છે ધરપકડ, આ કોર્ટે કર્યો આદેશ

Hardik Patel : પાટીદાર અનામત આંદોલનના સુત્રધાર અને હાલનાં વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધ્રાંગધ્રાની કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આચાર સંહિતા ભંગના ચાલી રહેલા કેસની મુદતમાં હાજર ન રહેતા કોર્ટે વોરંટ જારી કર્યું છે. જો આ કેસમાં હાર્દિક પટેલ હાજર ન રહ્યાં તો પોલીસ ધરપકડ કરી હાજર રાખી શકે છે. આ કેસની આગામી મુદતમાં હાર્દિક પટેલે ફરજિયાત હાજર રહેવું પડી શકે છે.

સ્થાનિક કોર્ટે ભાજપના ધારાસભ્ય સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું 
આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત આ કેસ ધ્રાંગધ્રાની પ્રિન્સીપલ સિનીયર સિવિલ કોર્ટમાં આ મામલે હાર્દિક પટેલ ઉપર કેસ ચાલતો હોઈ આ કેસમી મુદતોમાં હાર્દિક પટેલ હાજર ન રહેતાં કોર્ટ બગડી છે. હવે સવાલ એ છે કે પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરી હાજર રાખે છે કે હાર્દિક પટેલ જાતે આ કેસની મુદતમાં કોર્ટમાં હાજર રહે છે. વિગતો એવી છે કે ધ્રાંગધ્રા તાલુકાનાં હરીપર ગામે પાસની એક સભા યોજાઈ હતી. આ સભામાં હાર્દિક પટેલે આચાર સંહિતાનો ભંગ કરતાં ધાંગ્રધ્રા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે પાસના સ્થાનિક પ્રુમખ કૌશિક પટેલ અને હાર્દિક પટેલ સામે ફરિયાદ થઈ હતી. હવે હાલમાં હાર્દિક એ વિરમગામનો ધારાસભ્ય છે. આમ સ્થાનિક કોર્ટે ભાજપના ધારાસભ્ય સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. 

આ પણ વાંચો : 

ગુજરાતમાં સૌથી મોટા સમાચાર એ છે કે કોર્ટોમાં MP-MLA સામે કુલ 49 કેસો પડતર છે. જેમાં રાહુલ ગાંધીથી લઈને ગુજરાત સરકારના 2 મંત્રીઓ સહિત અનેક મોટા માથાઓના નામ છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે સરકારે આ મામલે ખુલાસો કર્યો છે. ચૂંટણીપંચે ચૂંટણી લડતાં પહેલાં ક્રિમીનલ બેક ગ્રાઉન્ડ કે જે નેતાઓ સામે ફરિયાદ થઈ હોય તેવા નેતાઓની વિગતો જાહેરમાં લાવવા માટે કરેલા આદેશ બાદ રાજકીય પક્ષો આ મામલે જાહેરાતો કરીને લોકો જણાવે છે. જેને પગલે સામાન્ય પ્રજાને પણ ખબર પડે છે કે કયા નેતા સામે કેટલા કેસ નોંધાયેલા છે. 

સાંસદો-ધારાસભ્યો વિરૂધ્ધ કયાં કેટલા કેસો પડતર છે એ જાણીએ તો  ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદમાં બે, જામનગરમાં એક, મહીસાગર- લુણાવાડામાં એક, ગોધરામાં એક, પાટણમાં એક, સુરતમાં એક કેસ પડતર છે. ગુજરાતમાં સૌથી વધારે કેસ હાર્દિક પટેલ સામે છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પીએમ નરેન્દ્ર મોદી સામે વાંધાજનક ઉચ્ચારણો સહિતના મુદ્દે અમદાવાદમાં બે અને સુરતમાં એક એમ કુલ ત્રણ કેસો પેન્ડિંગ છે.  વર્તમાન મંત્રી રાઘવજી પટેલ સામે જામનગરમાં એક કેસ પડતર છે. વર્તમાન મંત્રી પરસોત્તમ સોલંકી સામે એસીબી કોર્ટ અને અમદાવાદમાં એક કેસ,  વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે જૂનાગઢમાં એક કેસ પડતર છે.  આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા જિલ્લામાં ચાર કેસો છે.  ભાજપના ધારાસભ્ય અનંત પટેલ સામે નવસારી એક કેસ પડતર  અને ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ સામે પાટણમાં એક કેસ પડતર છે.  સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા સામે પોરબંદર અને અમદાવાદમાં એમ બે કેસ છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સામે વડોદરામાં એક કેસ પડતર છે. આ સિવાય ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે પંચમહાલમાં એક કેસ પડતર અને  કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે અમદાવાદમાં બે કેસો છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news