કોઈના પર નજર રાખવા માગો છો તો તેના ફોનનો કેમેરો જ કરશે તમારી મદદ, બસ આટલું કરવું પડશે

કોઈના પર નજર રાખવા કે પછી તેની જાસૂસી કરવા માટે તમે તેના જ સ્માર્ટ ફોન કેમેરાની મદદ લઈ શકો છો. કેટલીક એપ્સની સાથે આવું કરી શકાય છે અને રિમોટલી ટારગેટ ડિવાઈસના કેમેરામાં છીંડુ પાડી શકાય છે.

કોઈના પર નજર રાખવા માગો છો તો તેના ફોનનો કેમેરો જ કરશે તમારી મદદ, બસ આટલું કરવું પડશે

નવી દિલ્લી: શું તમે તે લોકોમાંથી એક છો જે કોઈના પર નજર રાખવા માગો છો કે પછી તેની ચિંતા સતાવે છે તો જાસૂસી કરવી તેટલી મુશ્કેલ નથી. તમે ઈચ્છો છો તો કોઈ બીજાના સ્માર્ટ ફોન કેમેરાની મદદથી તેની તેની હરકતની માહિતી મેળવી શકાય છે. અને ફોટો ક્લિક કરવા કે પછી વીડિયો રેકોર્ડ કરવા જેવા કામ કરી શકાય છે.

સૌથી મોટો સવાલ એ છે કે શું કોઈ બીજાના સ્માર્ટ ફોન કેમેરાની મદદથી તેની જાસૂસી કરવી લીગલ છે? એ શબ્દમાં તેનો જવાબ હા છે. પરંતુ ત્યારે જો તમે સહમતિથી કરતા હોય. ઉદાહરણ માટે પરિવારના કોઈ સિનિયર સિટીઝન કે પછી બાળક પર નજર રાખવા માટે આ ટ્રિકની મદદ લઈ શકો છો.

આ એપ્સની મદદથી નજર રાખી શકશો:
તમે કોઈ બીજાના સ્માર્ટ ફોન કેમેરાનો ઉપયોગ તેના પર નજર રાખવા માટે કરી શકો છો. તો તમારે પ્રોફેશનલ ફોન કેમેરા સ્પાય એપ KidsGuard Pro કે પછી IP Webscam જેવી આઈપી કેમેરા એપ ઉપયોગ કરો. આ એપ્સની મદદથી તમે ફોન કેમેરાને રિમોટલી એક્સેસ કરી શકશો અને ટારગેટને ખ્યાલ આવ્યા વિના ફોટો પણ ક્લિક કરી શકશો.

વાલીઓ માટે અત્યંત કામની છે આ એપ્સ:
બાળકો પર નજર રાખવા માટે એપ્સનો ઉપયોગ પેરેન્ટ્સનું કામ અત્યંત સરળ બનાવી દેશે. એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ્સ માટે ઉપલબ્ધ આઈપી કેમેરા અને સ્પાય એપ સિવાય કેટલાંક ફીચર્સ ફ્રીમાં મળે છે. અને બીજા માટે ચૂકવણી કરતાં પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવું પડી શકે છે. જણાવી દઈએ કે આઈપી કેમેરાની સરખામણીએ સ્પાય એપનો ઉપયોગ કરવો વધારે સરળ છે.

No description available.

તમારે ફોલો કરવા પડશે આ સ્ટેપ:
સૌથી પહેલાં ફોનમાં કિડ્સ ગાર્ડ્સ પ્રો એપ ઈન્સ્ટોલ કરો
તેના પછી એકાઉન્ટ બનાવો
ત્યારબાદ બંને ડિવાઈસમાં લોગીન કરો 
ટારગેટ ડિવાઈસને રિમોટલી કંટ્રોલ કરી શકશો
યૂઝરને ખ્યાલ આવ્યા વિના કેમેરાથી વીડિયો કે ફોટો પાડી શકશો
લાઈવ ફીડ પણ જોઈ શકશો
કેમેરો બેકગ્રાઉન્ડમાં ચાલવાથી યૂઝરને ખ્યાલ પણ નહીં આવે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news