ન્યૂઝીલેન્ડના હુમલામાં નવસારીના યુવકનું મોત, વડોદરાના પિતા-પુત્રનો હજી કોઈ અતોપત્તો નથી
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગના ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારની અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. ન્યૂઝીલેન્ડ પોલીસ કમિશનર માઈક બુશે આ હુમલામાં અત્યાર સુધી 49 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. જેમાં ભારતીય કેટલાક ભારતીયો ગુમ છે. ત્યારે ગુજરાતના યુવકે જીવ ગુમાવ્યો છે, તો વડોદરાના પિતા-પુત્ર લાપતા છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગના ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારની અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. ન્યૂઝીલેન્ડ પોલીસ કમિશનર માઈક બુશે આ હુમલામાં અત્યાર સુધી 49 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. જેમાં ભારતીય કેટલાક ભારતીયો ગુમ છે. ત્યારે ગુજરાતના યુવકે જીવ ગુમાવ્યો છે, તો વડોદરાના પિતા-પુત્ર લાપતા છે.
નવસારીના યુવકનું મોત
ન્યૂઝીલેન્ડના હુમલામાં નવસારીના યુવકનું મોત થયુ છે. મૂળ નવસારીનો યુવક જૂનેદ કારા ન્યૂઝીલેન્ડમાં જનરલ સ્ટોર ચલાવતો હતો. 35 વર્ષો જુનેદ કારા મસ્જિદમા નમાજ પઢવા ગયો હતો, ત્યારે આ ઘટના બની હતી. જુનેદના મોતથી તેના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા.
માંગરોળના હાફીસને ગોળીઓ વાગી
આ ઉપરાંત માંગરોલ તાલુકાના લુહારાના હાફીઝ મુસા પટેલ પણ હુમલાનો ભોગ બન્યા હતા. ક્રાઇસ્ટચર્ચની લોટાકા મસ્જિદમાં મૌલવી તરીક સેવા આપતાં હાફીઝ મુસા પટેલ પણ ઉપરોક્ત ફાયરિંગમાં શરીરના વિવિધ ભાગે ગોળીઓ વાગી જેના પગલે તેઓ ગંભીર રીતે ઉજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વડોદરાના પિતા-પુત્ર મિસિંગ
વડોદરાના આરીફ વોરા ન્યુઝીલેન્ડમાં થયેલા ગોળીબારમાં લાપતા થયા છે. આરીફ વોરા તેમના પુત્ર રમીઝ વોરા સાથે મસ્જિદમાં નમાજ પઢવા ગયા હતા. રમીઝ વોરા પત્ની ખુશ્બુ વોરા સાથે નવ વર્ષથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા હતા. ત્યારે તેના પિતા આરીફ વોરા 25 દિવસ અગાઉ પુત્રને મળવા ન્યૂઝીલેન્ડ ગયા હતા. આરીફ વોરા વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહે છે. રમીઝ વોરા ન્યૂઝીલેન્ડની ખાંનગી કંપનીમા નોકરી કરે છે. તેમની પત્ની ખુશબુ ગર્ભવતી હોવાથી આરીફભાઈ અને તેમની પત્ની રુકઝાના ન્યૂઝીલેન્ડ તેમની મદદ માટે ગયા હતા. પિતા-પુત્ર બંને મસ્જિદમાં શુક્રવારની નમાજ અદા કરવા ગયા હતા.
ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલામાં કેટલાક ગુજરાતી પ્રવાસીઓ પણ હોવાની સંભાવના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય પાસે ગુજરાતીઓ સંદર્ભે વિગતો માંગી છે. રાજ્ય સરકાર દ્વારા ન્યૂઝીલેન્ડમાં આતંકવાદી હુમલાનો ભોગ બનનાર ગુજરાતીઓ અને તે વિસ્તારમાં ફસાયેલા ગુજરાતીઓને બનતી મદદ કરવાની તૈયારી દર્શાવી છે. રાજ્ય સરકાર વિદેશ મંત્રાલયના સીધા સંપર્કમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે