Gujarat Elections 2022 : કોંગ્રેસના ઉમેદવારનું અનોખુ સોગંધનામું સોશિયલ મીડિયામાં વાયરલ, ‘મને વોટ આપો હું પક્ષપલટો નહિ કરું’

Gujarat Elections 2022 : 175 નવસારી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિપક બારોટે કર્યું સોગંદનામુ... મત આપો વિશ્વાસઘાત નહીં કરૂનું સોગંદનામુ કર્યું.... જીત્યા પછી કોઈપણ ભોગે વેચાઈ નહીં જાય એની મતદારોને આપી ખાતરી... દિપક બારોટનું સોગંદનામુ સોશિયલ મીડિયામાં વાયરલ...

Gujarat Elections 2022 : કોંગ્રેસના ઉમેદવારનું અનોખુ સોગંધનામું સોશિયલ મીડિયામાં વાયરલ, ‘મને વોટ આપો હું પક્ષપલટો નહિ કરું’

Gujarat Elections 2022 ધવલ પારેખ/નવસારી : કોંગ્રેસ પર ભરોસો રાખીને વોટ આપતા મતદારોને એક જ સવાલ થાય છે કે, બાદમાં ઉમેદવારો પક્ષપલટો કરે છે. 2017 ની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનારા કોંગ્રેસના બાદમાં ફટકો પડ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રસના અનેક ઉમેદવારો પક્ષપલટો કરીને ભાજપમાં ગયા છે. જેથી મતદારોમાં કોંગ્રસના ઉમેદવારો પર ભરોસો રાખવો મુશ્કેલ બન્યો છે. આમ, પણ પાંચ વર્ષમાં ગુજરાતમાં પક્ષપલટાની મોસમ ચાલી છે. આ જ કારણ છે કે, 2022 ની ચૂંટણીમાં મતદારોમાં નિરસતા જોવા મળી છે. ત્યારે નવસારીમાં કોંગ્રેસના ઉમેદવારે અનોખું સોગંધનામુ કરીને મતદારોને ખાતીર આપી છે. 

મત આપો, હું વિશ્વાસઘાત નહિ કરું 
નવસારી 175 વિધાનસભામાં નવસારી શહેરના પૂર્વ પ્રમુખ દીપક બારોટને પણ કોંગ્રેસે મેદાને ઉતર્યા છે. તેઓએ જોરશોરથી પ્રચાર કરીને પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતુ હાલ તેમનુ સોગંધનામુ ચૂંટણી પ્રચાર વચ્ચે ચર્ચામાં આવ્યું છે. આ સોગંધનામુ તેમના પક્ષપલટાને લઈને છે. તેમણે સોગંધનામામાં લખ્યું કે, મને ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મત આપો, વિશ્વાસઘાત નહીં કરું. કોંગ્રેસી ઉમેદવાર દિપક બારોટે મતદારોને મત આપવાની અપીલ સાથે મતદારો સાથે વિશ્વાસઘાત નહીં કરવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ જીત્યા પછી કોઈપણ ભોગે વેચાઈ નહીં જાય એની મતદારોને ખાતરી લખીને આપી છે. ત્યારે દિપક બારોટનું સોગંદનામુ હાલ સોશિયલ મીડિયામા વાયરલ થયું છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણને હવે થોડા કલાકો રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એની તૈયારીઓ આરંભી છે. જેમાં જિલ્લાની 4 વિધાનસભા બેઠકોમાં કુલ 1147 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી વિવિધ થીમ ઉપર કુલ 40 વિશેષ મતદાન મથકો પણ તૈયાર કર્યા છે. દરેક વિધાનસભામાં 1-1 સુવિધાયુક્ત મોડલ મતદાન મથક બનાવવામાં આવ્યુ છે. 175 - નવસારી વિધાનસભામાં વોર્ડ નંબર 13 માં આવેલી કોન્વેન્ટ સ્કૂલમાં બુથ નંબર 84 ને મોડલ મતદાન મથક બનાવ્યું છે. અહીં મતદાન કરવા આવતા મતદારોને બેસવા માટે મંડપની વ્યવસ્થા કરવા સાથે સુશોભિત કરવામાં આવ્યું છે. અહીં આવતા મતદારોને કોઈ મુશ્કેલી ન પડે એની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ માટે બનાવેલા ચિત્રોની પ્રદશની પણ કરવામાં આવી છે. જેની સાથે જિલ્લામાં નવી ત્રણ થીમ ઉપર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં દરેક બેઠકમાં મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને સાત સખી મતદાન મથકો બનાવાયા છે. જેમાં મતદાન મથકોનું સંચાલન મહિલાઓ જ કરશે. એ જ રીતે ચારેય વિધાનસભાઓમાં 4 દિવ્યાંગ મતદાન મથકો તૈયાર કર્યા છે. જેમાં દિવ્યાંગ કર્મચારીઓ જ મતદાન પ્રક્રિયા કરાવડાવશે. જ્યારે મતદારોમાં પર્યાવરણ જાળવણીનો સંદેશ પહોંચે, એ માટે જિલ્લામાં 4 ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો બનાવાયા છે. વન વિભાગ અને GPCB દ્વારા વાંસ, ઘાસ અને ફૂલોથી સુશોભિત આ મતદાન મથકોમાં આવતા જ મતદારો શુદ્ધ વાતાવરણનો અનુભવ કરશે. આ મતદાન મથકોમાં નો પ્લાસ્ટિકનો સંદેશ આપી, મતદારોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે પ્રેરિત કરાશે. જિલ્લામાં દસ લાખથી વધુ મતદારો 1 લી, ડિસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ભાવિ જનપ્રતિનિધિનુ ભવિષ્ય ઇવીએમમાં કેદ કરશે. જિલ્લા કલેકટરે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા સાથે નવસારી મતદાન ટકાવારીમાં પણ પ્રથમ હરોળમાં આવે એવી અપીલ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news