કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ

દિલ્હી શરાબ નીતિ મામલામાં તિહાડ જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ ધરપકડ કરી છે. બુધવારે સીબીઆઈ કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરશે. તો સુપ્રીમ કોર્ટમાં પણ જામીન અરજી પર સુનાવણી થવાની છે. 

 કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ તિહાડ જેલમાંથી ધરપકડ કરી છે. દિલ્હી શરાદ નીતિ મામલામાં સોમવારે તિહાડ જેલમાં કેજરીવાલની પૂછપરછ કરવા માટે સીબીઆઈની ટીમ પહોંચી હતી. સીબીઆઈએ કેજરીવાલની પૂછપરછ કરી અને શરાબ મામલા નીતિ સંબંધિત તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. હવે સીબીઆઈ બુધવારે કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરશે. તો આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી થવાની છે. 

AAP એ ભાજપ પર લગાવ્યો ષડયંત્ર કરવાનો આરોપ
કેજરીવાલની સીબીઆઈ ધરપકડને લઈને આમ આદમી પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે. આસ સાંસદ સંજય સિંહે કહ્યુ કે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની પૂર્ણ સંભાવના છે. તે પહેલા કેન્દ્રની ભાજપ સરકારે CBI ની સાથે મળી કેજરીવાલ વિરુદ્ધ ખોટો કેસ તૈયાર કરી તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર રચ્યું છે. આખો દેશ કેન્દ્ર સરકારના અત્યાચાર અને અન્યાયને જોઈ રહ્યો છે. ભાજપના અતિરેક સામે સમગ્ર દેશ અરવિંદ કેજરીવાલની સાથે ઉભો છે અને સાથે મળીને અન્યાય સામે અવાજ ઉઠાવશે.

દિલ્હી હાઈકોર્ટે જામીન પર લગાવ્યો પ્રતિબંધ
નોંધનીય છે કે દિલ્હી હાઈકોર્ટે મંગળવારે શરાબ નીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલને જામીન આપવાના નિચલી કોર્ટના નિર્ણય પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈડી  કેજરીવાલના જામીન વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી હતી. વેકેશન જજ સુધીર કુમારે કહ્યુ કે નિચલી અદાલત ઈડી દ્વારા રજૂ કરવામાં આવેલા પૂરાવાનું આકલન કરવામાં નિષ્ફળ રહી અને તેણે આમ આદમી પાર્ટીના નેતાની જામીન અરજી પર ચુકાદો આપવા સમયે વિવેકનો ઉપયોગ કર્યો નહીં. હાઈકોર્ટે કહ્યું કે જામીન આદેશને લઈને ઈડીના વિરોધ પર ગંભીર વિચાર કરવાની જરૂર છે. તેથી વિવાદિત આદેશને લાગૂ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news