શું 14 વર્ષમાં પુરી થઈ જશે દુનિયા? 12 જુલાઈ 2038ની તારીખને લઈ NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી

NASA Prediction : અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) એ પૃથ્વીના અસ્તિત્વને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે. NASAના મતે આજથી 14 વર્ષ એટલે કે 2038માં એક ખતરનાક Asteroid પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. આ ટક્કરથી આખી દુનિયા ખતમ થઈ શકે છે.

શું 14 વર્ષમાં પુરી થઈ જશે દુનિયા? 12 જુલાઈ 2038ની તારીખને લઈ NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી

ઝી બ્યુરો/નવી દિલ્હી: NASA એ પોતાની એક રિપોર્ટમાં પૃથ્વી પર આવનાર પ્રલયની તારીખ જણાવી દીધી છે. જી હા... અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) એ પૃથ્વીના અસ્તિત્વને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે. NASAના મતે આજથી 14 વર્ષ એટલે કે 2038માં એક ખતરનાક Asteroid પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. આ ટક્કરથી આખી દુનિયા ખતમ થઈ શકે છે.

અમેરિકી સ્પેસ એજન્સી NASA એ પણ ભવિષ્યવાણી
એક કાલ્પનિક ટેબલટોપ એક્સરસાઈઝની રિપોર્ટમાં NASA એ આ ભવિષ્યવાણી કરી છે. નાસાએ તેમાં કલ્પના કરી છે કે Asteroid પૃથ્વી તરફ આવી રહ્યો છે, જેની ટકરાવવાની સંભાવના 72 ટકા સુધીની છે. નાસાએ તેની તારીખ અને સમય પણ જણાવી દીધો છે, જેના મતે 12 જુલાઈ 2038ના રોજ 2.25 વાગ્યે એક વિશાળકાય Asteroid પૃથ્વી સાથે ટકરાશે.

 જેના કારણે પૃથ્વી પરથી જીવસૃષ્ટિ ખતમ થઈ શકે છે, જોકે Asteroid નો આકાર, કોમ્પોજિશન અને લોન્ગટર્મ ટ્રેજેક્ટરીને લઈને કંઈ પણ નાસાએ સ્પષ્ટ કર્યું નથી.

NASA એ જે દાવો કર્યો છે તેમાં વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે. નાસાની આ ભવિષ્યવાણીએ તે વિચારવા પર મજબૂર કરી દીધા છે કે જો આવું થાય છે તો... પછી પૃથ્વીનું અસ્તિત્વ તેવી રીતે બચાવી શકાશે.

નાસાએ આ જાણકારી, એક કાલ્પનિક એક્સરસાઈઝના આધારે રજૂ કરી છે, મતલબ કે જો વર્ષ 2038માં કોઈ ઉસ્કાપિંડ ધરતી સાથે ટકરાવવનો હોય, તો માનવ જાત તેના માટે કેટલી તૈયાર છે. નાસા આવી કાલ્પનિક ઘટનાઓને લઈને આ પ્રકારની એક્સાઈઝ કરતું રહે છે.

Disclaimer : આ આગાહી ફક્ત માહિતી છે, આ સમાચારનું અમે સમર્થન કરતા નથી, નાસાએ કરેલી આગાહીને વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news