ધમાલ મચાવી રહ્યો છે Jio Fiber નો આ પ્લાન, બેનિફિટ્સ વાંચીને આજે જ કરાવી લેશો બુક

Jio Fiber: આ પ્લાનમાં હાઇ-સ્પીડ અનલિમિટેડ ઇન્ટરનેટની સાથે જ ગ્રાહકોને મનોરંજનનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. આ પ્લાન દર મહિને હજારો રૂપિયાની બચત કરાવી શકે છે. કારણ કે તેમાં તમને ફ્રી OTT બેનિફિટ્સ પણ આપવામાં આવે છે.

ધમાલ મચાવી રહ્યો છે Jio Fiber નો આ પ્લાન, બેનિફિટ્સ વાંચીને આજે જ કરાવી લેશો બુક

Prepaid Jio Fiber Plan: Jio Fiber પોતાના ગ્રાહકોને વ્યાજબી ભાવમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પ્રોવાઇડ કરાવે છે. Jio Fiber માં ઘણા બધા લોકો પોસ્ટપેડ કનેક્શનની જગ્યાએ હજુપણ પ્રીપેડ કનેક્શન પસંદ કરે છે કારણ કે તમે તમારી પસંદ મુજબ તેમને સિલેક્ટ કરે છે અને જ્યારે ઇચ્છે ત્યારે તેને ચેંજ પણ કરી શકે છે. જો તમે ફિલ્મો જોવાના શોખી છે અને અલગથી ઘણા OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ખરીદો છો તો આજે અમે તમારા માટે જિયોનો એક તગડો પ્રીપેડ પ્લાન લઇને આવ્યા છીએ જે તમારા બજેટમાં ફીટ થઇ જશે અને તમને ખૂબ ગમશે. 

કયો છે આ જિયો ફાઇબર પ્રીપેડ પ્લાન
Jio Fiber ના જે પ્લાન વિશે અમે વાત કરી રહ્યા છીએ તેની કિંમત 1499 રૂપિયા છે. આ પ્લાનને ગ્રાહક Jio ની વેબસાઇટ પર જઇને ખરીદી શકે છે. આ પ્લાન તમને જો મોંઘો લાગી રહ્યો છે તો તમને જણાવી દઇએ કે તમને ઓફર્સની ભરમાળ મળી જાય છે જેમાં તમે આ પ્લાનની કિંમત કરતાં વધુ બેનિફિટ્સ ઓફર કરે છે. જો તમે અલગ-અલગ પ્લેટફોર્મ્સ પર ફિલ્મો જોવાના શોખીન છો તો તમને આ પ્લાનમાં ફ્રી અનલિમિટેડ ઇન્ટરનેટ સાથે OTT બેનિફિટ્સ પણ આપવામાં આવે છે. 

વાત કરીએ બેનિફિટ્સની તો પ્લાનમાં તમને સૌથી પહેલાં 300 mbps ની ધુઆંધાર સ્પીડ જોવા મળે છે જે તમને હેવી વીડિયો પળવારમાં ડાઉનલોડ કરવાની સુવિધા પુરી પાડે છે. આ સાથે જ તમને 30 દિવસની વેલિડિટી પણ મળી જાય છે. આ પ્લાનમાં બેનિફિટ્સ અહીં જ પુરા થતા નથી પરંતુ તેમાં તમને Free અનલિમિટેડ  Voice Calling સાથે એક ડઝનથી વધુ એપ્સ સબ્સક્રિપ્શન પણ મળી જાય છે જેમાં Free Netflix ની સાથે  Amazon  Prime Video, Disney+ Hotstar, SonyLIV, ZEE5, Voot Select, Voot Kids, Sun NXT, Hoichoi, Discovery+, ALTBalaji, Eros Now, Lionsgate Play, ShemarooMe, JioCinema સાથે JioSaavn નું સબ્સક્રિપ્શન સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news