હાડકાં તોડ હાઇવે... લોકોના હાડકાં ખોખરા કરી નાખે છે આ હાઇવે, પણ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી
છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઇવે 56 ની હાલત ખુબજ ખરાબ જોવા મળી છે રોડ ઉપર મોટા મોટા ખાડા પડેલા છે. જેને કારણે જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
Trending Photos
હકીમ ઘડીયાલી, છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે 56 ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે, રોડ ઉપર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે. જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. જેને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.
છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઇવે 56 ની હાલત ખુબજ ખરાબ જોવા મળી છે રોડ ઉપર મોટા મોટા ખાડા પડેલા છે. જેને કારણે જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. છોટા ઉદેપુરથી બોડેલી જતા રોડ ઉપર ઊંડા ખાડા પડેલા છે અને હજારો વાહનો આજ રોડ પરથી રોજ પસાર થાય છે.
108 જેવી મેડિકલ ઇમરજન્સી સર્વિસ પણ આજ રોડ પરથી પસાર થાય છે. તેમછતાં અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. ઉચ્ચ અધિકારીઓ પણ આજ રોડ પર થી પાસર થાય છે તેમ છતાં કોઈ કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા રોડ ટેક્ષ પણ લેવામાં આવે છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના લોકોને ક્યારે સારો રોડ મળશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે