તાંત્રિકવિધિમાં ઉપયોગ થતાં બલી ચઢાવતા દુર્લભના વેપારનો થયો પર્દાફાશ

ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વડોદરા S.P.C.A. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા ની ટીમે સંયુક્ત રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સદર ગેરકાયદેસર વન્યજીવનું ગેરકાયદેસર વેચાણ કરનાર આરોપીઓની વોચમાં હતા.

તાંત્રિકવિધિમાં ઉપયોગ થતાં બલી ચઢાવતા દુર્લભના વેપારનો થયો પર્દાફાશ

જયેશ દોશી, નર્મદા: કાલાજાદુ અને અંધવિશ્વાસ માટે કેટલાય અંધશ્રધાળુઓ સરીસૃપોની બલી ચઢાવવામાં આવે છે. એમાં પણ આંધળી ચાકણ નામનું સરીસૃપ અંધવિશ્વાસુઓ માટે ખુબજ અગત્યનું હોય છે અને આ આંધળી ચાકણની કિંમત તેના કારણે જ લાખો રૂપિયા બોલાય છે. ત્યારે આવી 15 જેટલી આંધળી ચાકણ નર્મદાના ડેડીપાડાના જંગલમાંથી પકડાઈ છે, સાથે ત્રણ તસ્કરો પણ ઝડપાયા છે. વન્યજીવોનું ગેરકાયદેસર આંતરરાજ્ય વેચાણનું કૌભાંડ આજે પકડાયું હતું. વન્ય જીવોની તસ્કરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, વડોદરા S.P.C.A. તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ અને નર્મદા જીલ્લાના ડેડિયાપાડા રેન્જ ફોરેસ્ટના સંયુક્ત પ્રયાસોથી આજરોજ ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં વન્ય સરીસૃપ જીવ આંધળી ચાકણને બચાવવામાં આવી હતી. ગુજરાત રાજ્ય વન વિભાગના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટના ડી.સી.એફ. નીરજ કુમાર તથા આર. એફ.ઓ. જે.બી. ખોખર. આર.એફ.ઓ સપના બેન ચૌધરી  તથા એ.સી.એફ. એ.ડી. ચૌધરી દ્વારા. ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે આજરોજ વન્યજીવ આંધળી ચાકણનો ૧૫ નંગ ગેરકાયદેસર વેપાર કરતાં પકડી પાડવામાં આવ્યો હતો.

ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વડોદરા S.P.C.A. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા ની ટીમે સંયુક્ત રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સદર ગેરકાયદેસર વન્યજીવનું ગેરકાયદેસર વેચાણ કરનાર આરોપીઓની વોચમાં હતા. જે આજરોજ સદર આરોપીઓને ૧૫ નંગ આંધળી ચાકણ સાથે ગેરકાયદેસર વેપાર કરતાં ત્રણ આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવેલ છે. 

સદર વન્યજીવોનું ગેરકાયદેસર વેચાણ રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય ગેરકાયદેસર લે-વેચનો પર્દાફાશ થયો હતો. આગામી દિવસોમાં વન વિભાગ તરફથી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આંતર રાજ્ય લેવલે રાજ્યવ્યાપી ખૂબ જ મોટું કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે. તાંત્રિક વિધિમાં વિશ્વાસ ધરાવતા અંધશ્રદ્ધાળુઓ આ આંધળી ચાકણનો ઉપયોગ મંત્ર તંત્ર વિદ્યામાં કરતા હોય છે. જોકે આજે પકડાયેલ તમામ 12 આંધળી ચાકણને બચાવી લેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news