લાલબત્તી સમાન કિસ્સો: LIC એજન્ટ હોવાનો ફાયદો ઉઠાવી મહિલા કરતી હતી આવું કામ

આ મહિલા રેકી કરવાનું કામ આ મહિલા કરતી હતી. પોતે એલઆઇસી એજન્ટ હોવાનો ફાયદો ઉઠાવી આ મહિલા પૈસા ઉઘરવા જતી જ્યાં ઘરના લોકેશન અને કેટલા સભ્યો છે

લાલબત્તી સમાન કિસ્સો: LIC એજન્ટ હોવાનો ફાયદો ઉઠાવી મહિલા કરતી હતી આવું કામ

વલસાડ: તારીખ 30 ઓગસ્ટની રાત્રે વલસાડના ભૂતસર ગામે વૃદ્ધ દંપતીના ઘરે જઈ લૂંટ કર્યા બાદ વૃદ્ધ મહિલાનું મોઢું દબાવતાં મહિલાનું કરૂણ મૃત્યુ થયું હતું અને લુંટારાઓ લૂંટ ચલાવી ત્યાંથી નાસી છૂટયા હતા. અને બીજા દિવસ થઈ પોલીસે લૂંટારુઓ ઝબ્બે કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસ ને સફળતા મળી છે.

ઝડપાયેલા આરોપીઓમાં એક મહિલા પણ છે જે લૂંટમાં સૌથી મહત્વનો ભાગ ભજવી રહી હતી. આ મહિલા રેકી કરવાનું કામ આ મહિલા કરતી હતી. પોતે એલઆઇસી એજન્ટ હોવાનો ફાયદો ઉઠાવી આ મહિલા પૈસા ઉઘરવા જતી જ્યાં ઘરના લોકેશન અને કેટલા સભ્યો છે. એ તમામ મુદ્દાઓની રેકી કરી તેની ગેંગને આ અંગે માહિતી આપતી અને ત્યારબાદ લૂંટારુઓ ચોક્કસ દિવસ નક્કી કરી લૂંટના ગુનાને અંજામ આપતા હતા. આ આરોપીઓ પહેલાથી આટલી સંખ્યામાં ન હતા તેઓની બોડલાઈ વિસ્તારની લૂંટ બાદ તેમણે સેલવાસના કેટલાક લોકોને પણ પોતાની ગેંગમાં સામેલ કર્યા હતા. 

હાલ વલસાડ પોલીસે એક મહિલા સહિત કુલ 10 લૂંટારુઓને ઝડપી પાડ્યા છે. પરંતુ આ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સિનિયર સિટીઝનો માટે આ લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ રહ્યો છે. કારણ કે કોઈ વ્યક્તિ આપના ઘરમાં આવે પછી એ મહિલા હોય તો એ પણ કઈ રીતે કોની સાથે સંકળાયેલી છે એ તમામને ખબર હોતી નથી .

ઝડપાયેલા આરોપીઓ

1. તેજબહાદુર કવિ બારોટ, રહે. ધરમપુર કવિરાજ કોમ્પલેક્ષ

2. વિજય ઉર્ફે દાદુ કિશન ભાઈ ઘુતિયા, રહે. આસુરા,ધરમપુર

૩. સુનીલ છીબુભાઈ આહીર, રહે. કાજનહરી,વલસાડ

4. નીતિન બકુલ ધોડિયા, રહે. આસુરા ધરમપુર

5. અલ્કેશ ઉર્ફે સાહેબ અમરત પટેલ, રહે રાનકુવા, ચીખલી

6.હમઝા ઉર્ફે હની રિયાઝ કુરેશી, રહે ધરમપુર

7. સુનીલ ઉર્ફે સુનીયો પટેલ, રહે બામતી,ધરમપુર,

8. નરેશ ઉર્ફે નાયક કાવજી ભાવર, રહે. ઉમરકુઈ, સેલવાસ

9. રાજેશ સોમલા બરફ , રહે ઉમરકૂઈ ,સેલવાસ

૧૦. દક્ષા ઉર્ફે વૈશાલી શશીકાંત પટેલ, વિરવલ,ધરમપુર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news