શું રાજકોટની જેમ મોરબીમાં જીવલેણ દુર્ઘટના બનશે પછી જ તંત્ર જાગશે? બે દીકરીઓ માંડ માંડ બચી!

થોડા દિવસો પહેલા રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં નિર્દોષ લોકોના જીવા ગયા છે. ત્યાર બાદ હવે તંત્ર વાહકો મંજૂરી હતી કે નહીં તે સહિતની બાબતોની તપાસ કરે છે. જે ઘોડા છૂટી ગયા પછી તબેળે તાળાં મારવા જેવો ઘાટ છે.

શું રાજકોટની જેમ મોરબીમાં જીવલેણ દુર્ઘટના બનશે પછી જ તંત્ર જાગશે? બે દીકરીઓ માંડ માંડ બચી!

હિમાંશું ભટ્ટ/મોરબી: ગુજરાતનાં જુદાજુદા જિલ્લાઓમાં જે રીતે વોંકળા પુરી નાખવામાં આવે છે આવી જ રીતે મોરબીમાં રવાપર રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી બાંધકામ કરીને વોકળાને પુરી નાખવામાં આવેલ છે. જો કે, વોંકળા ઉપરનું ગેરકાયદે ગેરકાયદે બાંધકામ તોડવાની તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવેલ નથી. તેવામાં કપચી ભરેલ ડમ્પર ગઇકાલે સાંજે સ્લેબ તૂટતાં અંદર ઘૂસી ગયું હતું અને ત્યારે એક્ટિવા ઉપર જતી બે દીકરીઓ માંડ માંડ બચી હતી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું રાજકોટની જેમ મોરબીમાં જીવલેણ દુર્ઘટના બને પછી જ તંત્ર જાગશે. 

થોડા દિવસો પહેલા રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં નિર્દોષ લોકોના જીવા ગયા છે. ત્યાર બાદ હવે તંત્ર વાહકો મંજૂરી હતી કે નહીં તે સહિતની બાબતોની તપાસ કરે છે. જે ઘોડા છૂટી ગયા પછી તબેળે તાળાં મારવા જેવો ઘાટ છે. તેવું કહી તો તેમાં જરાપણ અતીશયોક્તિ નથી. આવી જ ઘટના મોરબીમાં મંગળવારે સાંજે બનતા સહેજ માં અટકી ગઈ હતી. જેની લોકો પાસેથી મળતી માહિતી મુજબ ગઇકાલે સાંજે રવાપર રોડે નરસંગ ટેકરી મંદિર પહેલા જે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ આવેલ છે. તેની આગળના ભાગમાંથી વરસાદી પાણીના નિકાલ માટેનો વોકળા નીકળે છે. તેના ઉપર વર્ષો પહેલા ગેરકાયદે બાંધકામ કરીને ત્યાં સ્લેબ ભરવામાં આવેલ છે. તે સ્લેબ તૂટી જવાથી કપચી ભરેલ ડમ્પર અંદર ઘૂસી ગયું હતું અને ત્યારે બે દીકરીઓના માંડ જીવ બચ્યા હતા. 

મોરબીમાં દુકાનો મફતના ભાવે પણ જે દુકાનો વેંચાઈ તેમ ન હતી, તેની કિંમત લાખો રૂપિયાની કરીને બિલ્ડરે જે તે સમયે વોંકળા ઉપર ગેરકાયદે સ્લેબ ભરીને વહેચી નાખેલ છે. જો કે, વર્ષો પહેલા વોકળાને બુરવા માટે જે સ્લેબ ભરવામાં આવેલ હતા તે સ્લેબ ઉપર થોડા સમય પહેલા પાલિકા દ્વારા પેવાર બ્લોક નાખીને લોકોને રૂડું રૂડું દેખાઈ તેવું કરવામાં આવ્યું છે, પરંતુ નીચેના ભાગે જે સ્લેબ છે તે વર્ષો જૂનો હોવાથી ગઇકાલે સાંજે તે સ્લેબ ઉપરથી એક કપચી ભરેલ ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક વોંકળા ઉપરનો સ્લેબ તૂટ્યો હતો અને ડમ્પર તેમાં ઘૂસી ગયું હતું. ત્યારે તે ડમ્પરની બાજુમાંથી એક ડબલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું. જેની ઉપર ડમ્પરમાં ભરવામાં આવેલ કપચીનો ઢગલો થઈ ગયો હતો જેથી કરીને યેશા અને હેતવી નામની બે દીકરીઓ દટાઈ ગઈ હતી. જેને લોકોએ બચાવી લીધેલ હતી. જો કે, જીવલેણ અકસ્માત થયો હોત તો જવાબદાર કોણ તે પ્રશ્ન અગાઉની જેમ આમ ઊભો થયો હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

મોરબીમાં નાલાનો સ્લેબ તૂટતાં સર્જાયેલ અકસ્માતમાં બે દીકરીઓને ઇજા થયેલ છે અને એક્ટિવા તેમજ કાર સહિત ચાર વાહનોમાં નુકશાન થયું છે જો કે, આ ઘટનામાં હાલમાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ જો કોઈનો જીવ ગયો હોત તો તેના માટે જવાબદાર કોણ ? સ્લેબ બાંધનાર ? ડમ્પર ચાલક ?, પાલિકાનો સ્ટાફ ? કે પછી કોઈ નહીં ? તેની ચર્ચા હાલમાં મોરબીમાં ચાલી રહી છે ત્યારે ગેરકાયદે કરવામાં આવેલ બંધકામોને વહેલમાં વહેલી તકે તોડી પાડવામાં આવે તે તંત્રની જવાબદારી છે જો કે, હજુ તંત્ર મોરબીમાં રાજકોટ જેવી ઘટના બને તેની રાહ જોશે કે કેમ તે તો હવે આગામી સમય જ બતાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news