પૈસા બનાવવાનો અચૂક મંત્ર! માત્ર 15 વર્ષમાં બની જશો 1 કરોડના માલિક, આ છે રોકાણની સુપરહિટ ટ્રિક

કરોડપતિ (how to become Crorepati) બનવા માટે લાંબી રાહ જોવાની નથી, તમે માત્ર 15 વર્ષમાં રોકાણ કરી કરોડપતિ બની શકો છો. જાણો તે માટે તમારે શું કરવું પડશે. 

પૈસા બનાવવાનો અચૂક મંત્ર! માત્ર 15 વર્ષમાં બની જશો 1 કરોડના માલિક, આ છે રોકાણની સુપરહિટ ટ્રિક

નવી દિલ્હીઃ કરોડપતિ (Crorepati) બનવું મુશ્કેલ નથી. તે માટે સાચી દિશામાં રોકાણ કરવું જરૂરી છે. જો કેટલાક ઈન્વેસ્ટમેન્ટ સિસ્ટમેટિક કરવામાં આવે તો આ લક્ષ્ય હાસિલ કરવો શક્ય છે. પરંતુ ઈન્વેસ્ટરો માટે સૌથી મોટી સમસ્યા છે કે શરૂઆત ક્યાંથી કરવી. કરોડપતિ બનવા માટે ખુબ લાંબો સમય રાહ જોવાની નથી માત્ર 15 વર્ષમાં રોકાણ કરી કરોડપતિ બની શકો છો. સામાન્ય રીતે આ સવાલ મોટા ભાગના ટેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની પાસે જાય છે કે કરોડપતિ બનવા માટે શું કરવું. પરંતુ ઈન્વેસ્ટરો માટે તેનો જવાબ છે- મ્યૂચુઅલ ફંડ સહી હૈ.

કેમ  SIP છે બેસ્ટ?
મ્યૂચુઅલ ફંડ એક્સપર્ટ પ્રમાણે રોકાણ કરવા માટે તમને લક્ષ્ય ખબર હોવી જોઈએ. ત્યારબાદ મ્યૂચુઅલ ફંડ કેલકુલેટરથી જાણકારી મેળવી શકો છો કે કઈ ઉંમરમાં તમારે રોકાણ કરવાનું છે. ત્યારે તમે ટાર્ગેટ પૂરો કરી શકો છો, પરંતુ જેમ-જેમ ઉંમર વધશે તમારે રોકાણ વધુ કરવું પડશે. પૈસાથી પૈસા બનાવવા માટે સૌથી શાનદાર વિકલ્પ  SIP છે. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં જો તમે મોટા અમાઉન્ટની સાથે શરૂઆત કરો તો મેચ્યોરિટીના સમયે વધુ પૈસા મળી જશે. સાથે તેના નુકસાનની સંભાવના ખુબ ઓછી રહે છે.

લાંબા ગાળામાં પૂરો થશે ટાર્ગેટ
જો તમારે 1 કરોડ રૂપિયાનું ફંડ જોઈએ તો તો માટે લાંબા ગાળાની દ્રષ્ટિ રાખવી પડશે. સાથે ઈન્વેસ્ટમેન્ટ સાયકલ પણ નિયમિત રાખવી પડશે. પહેલાથી ગોલ સેટ કરશો તો સારૂ રિટર્ન મેળવી શકો છે. એક્સપર્ટનું માનવું છે કે લાંબા સમય એટલે કે 10 વર્ષથી ઉપર રોકાણ માટે મ્યૂચુઅલ ફંડમાં રોકાણ સારો વિકલ્પ છે. તેવા મ્યૂચુઅલ ફંડ એસઆઈપીમાં ઈન્વેસ્ટરોને 12 ટકા સુધીનું રિટર્ન મળે છે. નિવૃત્તિના 10-15 વર્ષ પહેલા પણ SIP શરૂ કરી શકાય છે. પરંતુ તે માટે રોકાણની રકમ મોટી હોવી જોઈએ.

How to become crorepati with this simple investment trick in mutual fund monthly SIP check this calculation

15 વર્ષમાં તૈયાર થશે ફંડ
જો કોઈ 15 વર્ષમાં એક કરોડનું ફંડ ઈચ્છે છે તો અને આ સમયમાં એવરેજ 12 ટકા રિટર્ન મળે છે તો મ્યૂચુઅલ ફંડ કેલકુલેટર પ્રમાણે દર મહિને  SIP માં 20,017 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 15 વર્ષમાં ઈન્વેસ્ટર 36,03,060 રૂપિયાનું રોકાણ કરશે અને રિટર્નની સાથે તેની પાસે 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થશે. જેનો ટાર્ગેટ તેણે સેટ કર્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news