મોરબીમાં સ્પાની આડમાં ચાલી રહ્યો છે ગોરખ ધંધો! MLAના વીડિયો બાદ પોલીસ એક્શનમાં! મળ્યો એવો સામાન કે...
મોરબીમા ઝડપથી પૈસાદાર બનવા માટે યેનકેન પ્રકારે કોઈને સીસામાં ઉતારવાની અને બુચ મારવાની હિનવૃત્તિ છેલ્લા કેટલાક વર્ષોથી ફૂલીફાલી છે અને તેમાં મહિલાઓને આગળ ધરીને સામેવાળા પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે.
Trending Photos
હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબી-માળિયાએનએ ધારાસભ્ય દ્વારા શહેરની આસપાસમાં 90 જેટલા સ્પા છે અને તેમાં ગોખધંધા ચાલે છે તેવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે દોડતી થયેલ છે અને હાલમાં મોરબીના લખધીરપુર ચોકડી પાસે આવેલ શોપીંગ સેન્ટરમાં ટોકીયો સ્પા અને મસાજ પાર્લરમાં રેડ કરી હતી, ત્યારે ત્યાંથી સ્પા ચલાવતા મુખ્ય ઇસમ સહિત કુલ ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી અને ત્રણ મહિલાઓને ત્યાંથી મુક્ત કરાવવામાં આવી હતી.
મોરબીમા ઝડપથી પૈસાદાર બનવા માટે યેનકેન પ્રકારે કોઈને સીસામાં ઉતારવાની અને બુચ મારવાની હિનવૃત્તિ છેલ્લા કેટલાક વર્ષોથી ફૂલીફાલી છે અને તેમાં મહિલાઓને આગળ ધરીને સામેવાળા પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે આવી હિન્ન પ્રવૃત્તિ મોરબીની આસપાસમાં આવેલ સ્પામાં ચાલુ હોવાની સ્ફોટક માહિતી સાથેનો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો એક વિડીયો વાઇરલ થયો હતો.
ત્યાર બાદ સ્પાના નામે ચાલતા કુટણખાના પકડવા માટે પોલીસે મોરબીની લખધીરપૂર ચોકડી પાસે આવેલ ટોકિયો સ્પા અને મસાજ પાર્લરમાં રેડ કરી હતી જ્યાં સ્પા ચલાવતો વિપુલ રામઆશ્રય પાંડે જાતે બ્રાહ્મણ (૨૯) હાલ રહે.યમુનાનગર શેરી નંબર-૩ નવલખી રોડ મોરબી મૂળ રહે. મૂળ ઉત્તરપ્રદેશ વાળો તેમજ સાગર મનસુખ સારલા જાતે કોળી (૨૨) રહે. યમુનાનગર નવલખી રોડ મોરબી તેમજ જીવણ બચુ ચાવડા જાતે કોળી (૩૨) રહે. લાલપર રબારીવાસ વાળો મળી આવ્યા હતા જેથી તેની ધરપકડ કરી હતી અને ત્રણ મહિલાઓને ત્યાંથી મુક્ત કરાવી હતી.
અત્રે ઉલેખનીય છે કે, ધારાસભ્યના વિડીયો પછી પોલીસ દોડતી થયેલ છે અને સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ હોવાની માહિતી સામે આવેલ છે હાલમાં જે ત્રણ આરોપી પાકડેલ છે તેમાં સ્પાના સંચાલક દ્વારા બાકીના બે શખ્સોને ગ્રાહક સોધવા માટે કામે રાખ્યા હતા, તેવી માહિતી પોલીસે પાસેથી સામે આવેલ છે. બહારથી આવતા ગ્રાહકોને મહિલાઓને બોલાવીને સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવાની સગવળતાઓ પૂરી પાડી કુટણખાનું ચલાવવામાં આવતું હતું. જેથી કરીને પોલીસે રોકડા 10,650 તથા ચાર મોબાઇલ કિંમત રૂપિયા 5500 અને આઠ કોન્ડમ એમ કુલ મળીને રૂપિયા 16,150 ના મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે.
વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પોલીસને મળેલ બાતમીના આધારે ડમી ગ્રાહકને ઉપરોક્ત સ્થળે મોકલ્યો હતો અને ત્યાં ઉપરોક્ત બાબત જણાતા હાલમાં સ્પા ચલાવતો શખ્સ તથા તેને મદદમાં રહેલા બે ઇસમોની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આવી જ રીતે જુદા જુદા વિસ્તારમાં આવેલા સ્પામાં પણ તપાસ કરવામાં આવશે તેવું એસપીએ જણાવ્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે