સી આર પાટીલ પાસે 8 કરોડની ખંડણી માંગનાર અમદાવાદના યુવક સામે વધુ એક ગુનો નોંધાયો, સામે આવ્યું હોટલ કનેક્શન!

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ને બદનામ કરવાના ગુનામાં પકડાયેલા આરોપીની સામે મોરબીમાં પણ એક ગુનો નોંધાયો હતો જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

સી આર પાટીલ પાસે 8 કરોડની ખંડણી માંગનાર અમદાવાદના યુવક સામે વધુ એક ગુનો નોંધાયો, સામે આવ્યું હોટલ કનેક્શન!

હિમાંશું ભટ્ટ/મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલને બદનામ કરવા માટે વિવિધ પ્રકારના ષડયંત્રો થઈ રહ્યાં છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને બદનામ કરનાર શખ્સ મોરબીની હોટલોમાં ખોટા આધાર કાર્ડ રજૂ કરીને ખોટું નામ ધારણ કરીને રોકાયો હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ને બદનામ કરવાના ગુનામાં પકડાયેલા આરોપીની સામે મોરબીમાં પણ એક ગુનો નોંધાયો હતો જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે જેની માહિતી આપતા પોલીસે જણાવ્યુ હતું કે, મૂળ રાજકોટના સરધાર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રાધાસ્વામી રો-હાઉસ ચાણક્યપુરી ખાતે રહેતા જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫) અને વિજયસિંહ રાજપુત તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫)ની ધરપકડ કરવામાં આવી છે.

આ આરોપીએ જિનેન્દ્ર શાહ પોતાની સાચી ઓળખ છુપાવીને મોરબીના જેલ રોડ ઉપર આવેલ જે.કે. હોટલ તથા શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે રોકાયો હતો અને ત્યારે તેણે નિલેશ નારણભાઈ પોશિયા રહે. જુનાગઢ વાળાનું આધાર કાર્ડ રજૂ કર્યું હતું અને ખોટું નામ ધારણ કરીને તથા ખોટું આધાર કાર્ડ રજૂ કરીને નિલેશ પોશિયાના નામથી જ તેણે સહી પણ કરી હતી અને આઈડી પ્રૂફ પોતાના નહીં હોવાનું જાણતો હોવા છતાં પણ પોતાની ઓળખ છુપાવવા માટે થઈને આ શખ્સ દ્વારા ખોટા નામે હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું અને આઈડી પ્રૂફની વ્યવસ્થા તેને વિજયસિંહ રાજપુત દ્વારા કરી આપવામાં આવી હતી. .

જેથી હોટલના રજીસ્ટરોમાં ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી સહી કરી અને રૂમ ભાડે રાખવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું માટે જમ ભાડે રાખનાર તથા ખોટા આઇડી પ્રૂફની વ્યવસ્થા કરી આપનાર અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૨૧૨, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી, ૩૪ મુજબ ગુનો નોંધી પોલીસે આરોપી જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫) વાળાનો સુરતથી કબ્જો લઈને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરેલ છે આ ગુનામાં હજુ એક આરોપીને પકડવાનો બાકી છે.

અત્રે ઉલેખનીય છે કે, આ શખ્સે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે ૮ કરોડની ખંડણી માંગી હતી જેની પણ તપાસ ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news