સુરતમાં પાર્કિંગ શોધી રહ્યા છો? આ App આપશે પાર્કિંગની માહિતી

ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી ઝઝૂમી રહેલા સુરત શહેરને ઈન્ટેલિજન્ટ પાર્કિંગ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે એક ખાસ એપ બનાવવામાં આવી છે, તો સાથે જ મલ્ટિલેવલ પાર્કિંગ સ્થળ પર પાર્કિંગની કેટલી જગ્યાઓ બાકી છે, તેની માહિતી આ એપમાં મળી શકશે. 
સુરતમાં પાર્કિંગ શોધી રહ્યા છો? આ App આપશે પાર્કિંગની માહિતી

તેજશ મોદી/સુરત :ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી ઝઝૂમી રહેલા સુરત શહેરને ઈન્ટેલિજન્ટ પાર્કિંગ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે એક ખાસ એપ બનાવવામાં આવી છે, તો સાથે જ મલ્ટિલેવલ પાર્કિંગ સ્થળ પર પાર્કિંગની કેટલી જગ્યાઓ બાકી છે, તેની માહિતી આ એપમાં મળી શકશે. 

સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ વિવિધ વિસ્તારોમાં પે પાર્કિંગની સુવિધા ઉભી કરાઇ છે. ત્યારે કયા પાર્કિંગ ઝોન માં કેટલી ગાડીઓ છે, કેટલા ચાર્જિસ છે, અને તે કયા સ્થળે છે તે જાણવું પણ સુરતીઓ માટે બહુ જ જરૂરી છે. આ માટે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 7.43 કરોડના ખર્ચે ઈન્ટેલિજન્ટ પાર્કિંગ સિસ્ટમ મેનેજમેન્ટ શરૂ કરાઇ છે. હાલ સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા 9 જેટલા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. જેમાં 2 ઓફ સ્ટેટ પાર્કિંગ શરૂ કર્યા છે. જોકે પાર્કિંગ કયા વિસ્તારમાં છે, તે પાર્કિંગમાં કેટલી ગાડીની જગ્યા છે અને તેના ચાર્જિસ શું છે તે દરેકની માહિતી પાલિકા હવે મોબાઈલ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવી રહી છે. જેનાથી પાર્કિંગ લોકેશન અને પાર્કિંગ સિસ્ટમથી અવગત થઈ શકાશે.

SuratParking2.JPG

આ વિશે સુરત મહાનગર પાલિકાના કમિશનર એમ. થેન્નારસન કહે છે કે, વિદેશ જેવી આ સિસ્ટમ વિકસાવવા માટે પાલિકાએ 4 કરોડ 73 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને આ સિસ્ટમ ડેવલપ કરવાનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને સોંપાયો છે. જે હાલ વિવિધ સ્થળે ઓટોમેટિક સેન્સર સિસ્ટમ પાર્કિંગ મેનેજમેન્ટ ડેવલોપ કરી રહી છે. પાલિકા હાલ પાર્કિંગ ક્ષેત્રે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. પ્રથમ બે પાર્કિંગમાં મળેલી સફળતા બાદ અન્ય મલ્ટીલેવલ પાર્કિંગમાં પણ ઈન્ટેલિજન્ટ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. 

આ રીતે ડાઉનલોડ કરો એપ
સુરત કોર્પોરેશન પાર્કિંગની માહિતી આપવા માટે MLCP Surat Smart City નામની એપ બનાવી છે. પ્લે સ્ટોરમાં Surat Parking લખીને સર્ચ કરવાથી પણ એપ સરળતાથી ડાઉનલોડ કરી શકાશે.

સુરત શહેરમાં વાહનોની સંખ્યા દરરોજ વધી રહી છે, તો બીજી તરફ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા પણ મોઢું ખોલીને ઉભી છે, ત્યારે મહાનગરપાલિકાએ બિલ્ડીંગ પ્લાનમાં પાર્કિંગની જગ્યા ચોરી કરી લેતા બિલ્ડરોને પણ પાઠ ભણાવવાની જરૂર છે. સાથે જ ઈન્ટેલિજન્ટ પાર્કિંગ સિસ્ટમ અને મલ્ટિલેવલ પાર્કિંગની સંખ્યા પણ વધારવી પડશે, જેથી શહેરમાંથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દૂર કરી શકાય.

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news