'થયું તે થયું' એ માત્ર ત્રણ શબ્દ નથી... પરંતુ હવે જનતા કહે છે કે 'હવે બહુ થયું': પીએમ મોદી

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાની 1984ના સિખ રમખાણો પરની કથિત ટિપ્પણી 'થયું તે થયું'  પર આકરા પ્રહારો કરતા આજે પીએમ મોદીએ કહ્યું કે પોતાના તમામ કૌભાંડો, કારનામાઓ ઉપર દેશની જનતા પ્રતિ પણ કોંગ્રેસનું આ જ વલણ છે. તેમણે કહ્યું કે આ ફક્ત ત્રણ શબ્દ નથી પરંતુ આ તો કોંગ્રેસનો અહંકાર છે. આ કોંગ્રેસની વિચારધારા છે. પરંતુ જનતા હવે આ મહામિલાવટી લોકોને કહી રહી છે કે "હવે બહુ થયું...ઈનફ ઈઝ ઈનફ."
'થયું તે થયું' એ માત્ર ત્રણ શબ્દ નથી... પરંતુ હવે જનતા કહે છે કે 'હવે બહુ થયું': પીએમ મોદી

રતલામ: કોંગ્રેસ નેતા સામ પિત્રોડાની 1984ના સિખ રમખાણો પરની કથિત ટિપ્પણી 'થયું તે થયું'  પર આકરા પ્રહારો કરતા આજે પીએમ મોદીએ કહ્યું કે પોતાના તમામ કૌભાંડો, કારનામાઓ ઉપર દેશની જનતા પ્રતિ પણ કોંગ્રેસનું આ જ વલણ છે. તેમણે કહ્યું કે આ ફક્ત ત્રણ શબ્દ નથી પરંતુ આ તો કોંગ્રેસનો અહંકાર છે. આ કોંગ્રેસની વિચારધારા છે. પરંતુ જનતા હવે આ મહામિલાવટી લોકોને કહી રહી છે કે "હવે બહુ થયું...ઈનફ ઈઝ ઈનફ."

રતલામ-જાંબુઆ લોકસભા વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહેલા મોદીએ કહ્યું કે બોફોર્સ તોપ કૌભાંડ, સબમરીન કૌભાંડ, હેલીકોપ્ટર કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, 2જી કૌભાંડ, ભોપાલ ઝેરી ગેસ કોભાંડ, જવાનોને બુલેટ પ્રુફ જેકેટ નહીં આપવા, આતંકવાદ અને નક્સલવાદમાં જવાનો, લોકોના જીવ જવા જેવા તમામ મામલાઓમાં કોંગ્રેસનો એક જ જવાબ હોય છે "થયું તે થયું".

તેમણે કહ્યું કે, "આપણા સંસ્કાર છે કે આપણે માતા ભારતીને વંદનથી કામની શરૂઆત કરીએ છીએ પરંતુ કોંગ્રેસને ભારતમાતાની જયથી સમસ્યા છે. સંસ્કારોનું એક વધુ ઉદાહરણ છે, થોડા દિવસો પહેલા અહીંના એક સપૂત ધર્મેન્દ્ર સિંહે આગથી યુદ્ધ જહાજને બચાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. હું તેમને અને તેમને પરિવારને નમન કરું છું. "

કોંગ્રેસનો અહંકાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "પરંતુ બીજી બાજુ કોંગ્રેસનો નામદાર પરિવાર છે. આ લોકો પિકનિક માટે દેશના યુદ્ધજહાજનો ઉપયોગ કરે છે અને સવાલ ઉઠે તો ડર્યા વગર કહે છે કે 'જે થયું તે થયું'. આ માત્ર ત્રણ શબ્દ નથી. આ કોંગ્રેસનો અહંકાર છે. દેશની જનતા પ્રત્યે તેમનું વલણ છે."

વડાપ્રધાને કોંગ્રેસ પર હિન્દુ આતંકવાદનો નવો આલાપ રટવાનો આરોપ લગાવતા કહ્યું કે આપણી મહાન પરંપરાને બદનામ કરવાના કોંગ્રેસના આ ષડયંત્રના કારણે આતંકવાદીઓ બચતા રહ્યાં અને નિર્દોષોનું લોહી વહેતુ રહ્યું. આ જ કારણ છે કે કોંગ્રેસ આજે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા પર વાત કરતા ડરે છે. તેમણે કહ્યું કે નામદારોની ખોટી નીતિઓના કારણે દેશમાં છાશવારે બોમ્બ વિસ્ફોટો થયા ને વિસ્ફોટો  કરનારાના તાર સરહદ પાર જતા હતાં પરંતુ કોંગ્રેસ ફક્ત કહેતી રહી જે 'થયું તે થયું'.

વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશમાં ખેડૂતોને પાક ઋણ માફીના 'ઠાલા વચન' બદલ પણ કોંગ્રેસને આડે હાથ લીધી. 

જુઓ LIVE TV

વીજળીની આપૂર્તિ અડધી થઈ
તેમણે કહ્યું કે વીજળીનું બિલ અડધુ કરવાનું કહેવાયું હતું પરંતુ વીજળીનો પુરવઠો જ અડધો થઈ ગયો અને ખેડૂતોના ઘરે પોલીસ પહોંચી રહી છે. આવું કેમ થઈ રહ્યું છે? તેનો જવાબ છે તુઘલક રોડ કૌભાંડ. કેન્દ્ર સરકારે ગરીબ, આદિવાસી, બાળકો, મહિલાઓના પોષક આહાર માટે જે પૈસા દિલ્હીથી મોકલ્યા હતાં તે તેમણે લૂંટી લીધા. વડાપ્રધાને કેન્દ્ર સરકાર દ્વારા નાના ખેડૂતોને 6000 રૂપિયા પ્રતિવર્ષ આપવાની યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે 23મી મેના રોજ મતગણતરી બાદ કેન્દ્રમાં ફરીથી ભાજપની સરકાર આવશે ત્યારે પાંચ એકર જમીનની હાલની શરતને પણ હટાવી દેવામાં આવશે. 

તેમણે ગરીબ, નાના ખેડૂતો, મજૂરો અને દુકાનદારોને 60 વર્ષ બાદ પેન્શન સંબંધી યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. આ સાથે જ તેમણે વેપારી વર્ગ માટે રાષ્ટ્રીય વેપાર આયોગ બનાવવાની જાણકારી આપતા કહ્યું કે તે હેઠળ વેપારીઓને 50 લાખ રૂપિયાની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. 

વડાપ્રધાન મોદીએ કેન્દ્રની પૂર્વની અટલ સરકાર દ્વારા આદિવાસી કલ્યાણ માટે અલગથી આદિવાસી કલ્યાણ મંત્રાલય બનાવવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'આદિવાસી વર્ગ ભગવાન રામના સમયથી છે પરંતુ કોંગ્રેસવાળાઓને એ ખબર નહતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી મોદી (વડાપ્રધાન) છે ત્યાં સુધી કોઈ પણ આદિવાસીનો હક અને જમીન છીનવાશે નહીં. '

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news