તાપી નદીના શુદ્ધિકરણ માટે મંત્રી કૌશિક પટેલે કરી મહત્વની જાહેરાત

ગુજરાત રાજયના મહેસુલી મંત્રી કૌશિકભાઇ પટેલ આજે કલેકટર ખાતે મળનારી સંકલન રિવ્યુ બેઠકમા હાજર રહ્યા હતા. જેમા તેમને તાપી શુધ્ધિકરણ મામલે અધિકારીઓનો ઉઘડો લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી તાપી શુધ્ધિકરણનો પ્રશ્ન ચાલી રહ્યો છે. જો કે, તેમા કોઇ પણ પ્રકારની કામગીરી વેગવંતિ નહિ થતા મંત્રીએ મિટિંગની શરુઆતથી જ ઉઘડો લીધાનો શરુ કર્યો હતો. 

તાપી નદીના શુદ્ધિકરણ માટે મંત્રી કૌશિક પટેલે કરી મહત્વની જાહેરાત

ચેતન પટેલ/સુરત: ગુજરાત રાજયના મહેસુલી મંત્રી કૌશિકભાઇ પટેલ આજે કલેકટર ખાતે મળનારી સંકલન રિવ્યુ બેઠકમા હાજર રહ્યા હતા. જેમા તેમને તાપી શુધ્ધિકરણ મામલે અધિકારીઓનો ઉઘડો લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી તાપી શુધ્ધિકરણનો પ્રશ્ન ચાલી રહ્યો છે. જો કે, તેમા કોઇ પણ પ્રકારની કામગીરી વેગવંતિ નહિ થતા મંત્રીએ મિટિંગની શરુઆતથી જ ઉઘડો લીધાનો શરુ કર્યો હતો. 

આ મિટિંગમા મેયર, કલેકટર તથા સ્થાનિક ધારાસભ્ય હાજર હતા.ગત 27મી જાન્યુઆરીના રોજ સંકલનની મિટિંગમા જે રીતે તાપી શુધ્ધિ કરણ અંગે આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ તે સમયબધ્ધ કામકાજ થઇ રહ્યુ છે કે કેમ તે અંગે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આ ઉપરાત મહત્વના ચાર મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવામા આવ્યા હતા. 

આશાબેન પટેલે મતદારો, પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યા: અમિત ચાવડા

  1. તાપી શુધ્ધિકરણ રિવરફ્ન્ટ ડેવલપમેન્ટ કમિટિની રચના કરવામા આવી છે. જેમા અધ્યક્ષ સ્થાને કલેકટર રહેશે. આ ઉપરાંત કમિટિમા મ્યુ.કમિશનરના પ્રતિનિધિ , કાર્યપાલ ઇજનેર, ભસ્તર વિભાગના અધિકારીઓ રહેશે હાજર. આ કમિટિ તાપી પ્રોજેકટને વેગવંતુ બનાવવાના પ્રયત્નો કરાશે
  2. અપ સ્ટ્રીમ માટે તમામ પ્રકારની મંજુરી આપી દેવામા આવી છે. 23 કિ.મિ અંતરની કામગીરી કરવામા આવશે. આ કામ 10 દિવસમા શરુ કરવામા આવશે.
  3. ડાઉન સ્ટ્રીમમા સીંગપોર થી ઉપરવાસના અંતર પર 15 દિવસમા સર્વે કરવામા આવશે.
  4. રૂપિયા 971 કરોડના તાપી શુધ્ધિકરણના પ્રોજેકટ વેગવંતુ બને તે માટે એજન્સીની પણ નિમણુક વહેલી તકે કરી તેના પર ધ્યાન આપવા જણાવ્યુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news