હું ડંકાની ચોટ પર કહુ છું કે તે જ સ્થળે ભવ્ય રામ મંદિર બનવું જોઇએ: અમિત શાહ
ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે દેહરાદુનમાં ત્રિશક્તિ સમ્મેલનને સંબોધિત કર્યું, તેમણે કહ્યું કે દેશની સુરક્ષા અને વિકાસ માટે મોદીજી ફરીથી વડાપ્રધાન બને તે જરૂરી
Trending Photos
નવી દિલ્હી : ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે દહેરાદુનમાં ત્રિશક્તિ સમ્મેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, સમગ્ર દેશની મોટા ભાગની પાર્ટીઓ અધ્યક્ષ અને વડાપ્રધાન વંશવાદની પરંપરા અનુસાર નિશ્ચિત હોય છે. જો કે ભાજપ એક ગરીબને દેશના વડાપ્રધાન બનાવે છે. આ અમારી પાર્ટીની વિશેષતા છે. તેમણે કહ્યું કે, મોદીજીને એકવાર ફરીથી વડાપ્રધાન બનાવીને દેશનાં વિકાસ અને સુરક્ષા માટે ખુબ જ જરૂરી છે.
શાહે અયોધ્યાના રામ મંદિર મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનો પક્ષ સ્પષ્ટ કરે, તમે તે સ્થળ પર રામ મંદિર ઇચ્છો છો કે નહી. હું સ્પષ્ટ રીતે જણાવું છું કે ભવ્ય રામ મંદિર બનાવવું જોઇએ.
અખિલેશ અને માયાવતી પર નિશાન
શાહે ઉત્તરપ્રદેશ બસપા પ્રમુખ માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવની વચ્ચે લોકસભા ચૂંટણી માટે થયેલા ગઠબંધનની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, ગઠબંધન માટે યુપીની પણ ચર્ચા થાય છે. ક્યારેક એક બીજાનું મોઢુ પણ નહી જોનારા , નમસ્તે નહી કરનારા ફઇ-ભત્રીજોને એક મંચ પર આવી ગયા. તેઓ એક થઇ ગયા, તે એવું જ જણાવે છે કે અમે કેટલા શક્તિશાળી છીએ. અમારા કારણે તેમને એક થવું પડે.
અમિત શાહે સમ્મેલનમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી પોતાનાં કાર્યકર્તાઓનાં આધાર પર ચૂંટણી જીતે છે, ભાજપના કાર્યકર્તા મુશ્કેલીથી ચૂંટણીને પણ પ્રચંડ વિજયમાં બદલવાની શક્તિધરાવે છે. તેમણે કહ્યું કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીજીની સરકાર અને ઉતરાખંડમાં ત્રિવેંદ્ર રાવતજીની સરકાર છે. આ બંન્ને સરકારે ફાસ્ટ ટ્રેક પર ઉતરાખંડના વિકાસને આગળ વધારવાનું કામ કર્યું છે. શાહે કહ્યું કે, વિપક્ષી માત્ર મોદી હટાઓની વાત કરે છે. જેટલા નામ આ મોદીજીનું લેતા હોય છે, તેટલું જો નારાયણનું નામ લે તો તેમનું કલ્યાણ થઇ જશે.
બજેટના કારણે વિપક્ષીઓનાં ચહેરાનો રંગ ઉડી ગયો
અમિત શાહે શુક્રવારે રજુ થયેલા બજેટ પર વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, કાલે જ્યારે પીયૂષ ગોયલજી બજેટ દેશનું બજેટ રજુ કરી રહ્યા હતા, ત્યારે જોશમાં બોલનારા વિપક્ષીઓનાં ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેમણે કહ્યું કે, મોદી સરકાર દ્વારા કાલે રજુ કરવામાં આવેલા બજેટમાં ખેડૂતો માટે અનેક જાહેરાતોથી 12 કરોડ ખેડૂતોને ફાયદો થવાનો છે. દેશની આઝાદી બાદથી પહેલી વાર દેશને સૌથી મોટા સંરક્ષણ બજેટ મોદી સરકારે આપ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે