Gujarat Election 2022 : નાનકડી આરાધ્યાએ મતદાન કરવા આવેલા હીરાબા આર્શીવાદ મેળવ્યાં, ચરણસ્પર્શ કર્યાં
Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા ગાંધીનગરના રાયસયણમાં મતદાન કરવા પહોચ્યા, ત્યારે અનોખું દ્રષ્ય જોવા મળ્યું
Trending Photos
Gujarat Second phase Vidhan Sabha Chunav 2022 અતુલ તિવારી/અમદાવાદ : ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શતાયુ વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હીરાબાએ શતાયુ ઉંમરે બુથ પર જઈને મતદાન કરીને અનોખું ઉદારણ પૂરુ પાડ્યું. ત્યારે રાયસણના આ મતદાન બુથ પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક નાનકડી બાળાએ આવીને હીરાબાના ચરણસ્પર્શ કરીને તેમના આર્શીવાદ લીધા હતા. આ બાળાનું નામ આરાધ્યા છે, ત્યારે આ આરાધ્યા કોણ છે તે જાણીએ.
મહેસાણાનો એક પરિવાર સવારથી રાયસણમાં મતદાન કરવા માટે આવી પહોચ્યો હતો. ત્યારે તેમની સાથે તેમની દીકરી આરાધ્યા પણ હતી. પરિવારની દીકરી આરાધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પરિવાર વહેલી સવારે આઠ વાગ્યાથી હીરાબા મતદાન માટે આવે અને તેમની એક ઝલક જોવા મળે તે માટે રાહ જોઈ રહ્યો હતો.
આ વિશે આરાધ્યાના પિતાએ કહ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી હીરાબાના દર્શન કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. આખરે તેઓ આજે તેમના પરિવાર અને દીકરી સાથે જ્યારે હીરાબા મતદાન કરવા માટે રાયસન પ્રાથમિક શાળાએ પહોંચ્યા ત્યારે તેમનું લાંબા સમયનું સાકાર થયું અને તેમણે હીરાબાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. 100 વર્ષની ઉંમરે પણ જો હીરાબા મતદાન કરવા આવતા હોય તો સૌ કોઈએ મતદાન કરવા આવવું જોઈએ તેવી પણ તેમણે અપીલ કરી.
લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી. આ દરમિયાન સામાન્ય લોકોની જેમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાબરમતી વિધાનસભા બેઠક માટે મતદાન કર્યુ હતું. તો 100 વર્ષની ઉંમર ધરાવતા પીએમ મોદીના માતા હીરા બાએ ગાંધીનગરના રાયસણ પહોંચીને મતાધિકારનો પ્રયોગ કર્યો. માતા-પુત્રએ મતદાન કરીને એ વાતનો સંદેશ આપ્યો કે લોકશાહી માટે મતદાન કેટલું જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે