કોંગ્રેસે અંતિમ બાજી ખોલી, પરેશ ધાનાણી અને અહેમદ પટેલને ઉતારશે મેદાને

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેરા કરવામાં અનેક અસમંજસનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 23 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે અત્યાર સુધી કોંગ્રેસ બંધમાં રમી રહી હતી. હવે કોંગ્રેસે તેના હુકમના એક્કાઓ ખોલ્યા છે. અને અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને ટીકિટ મળે તેવી સંભાવનાઓ છે. જ્યારે ભરૂચ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને ટીકિટ મળી શકે છે.

કોંગ્રેસે અંતિમ બાજી ખોલી, પરેશ ધાનાણી અને અહેમદ પટેલને ઉતારશે મેદાને

અમદાવાદ: લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેરા કરવામાં અનેક અસમંજસનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 23 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે અત્યાર સુધી કોંગ્રેસ બંધમાં રમી રહી હતી. હવે કોંગ્રેસે તેના હુકમના એક્કાઓ ખોલ્યા છે. અને અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને ટીકિટ મળે તેવી સંભાવનાઓ છે. જ્યારે ભરૂચ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને ટીકિટ મળી શકે છે.

મહત્વનું છે કે, ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે સી.જે ચાવડાની ટીકિટ ફાઇનલ માનવામાં આવી રહી છે. અને તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાઇકમાન્ડ દ્વારા મારુ નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. અને હું 4 એપ્રીલે ઉમેદવારી ફોર્મ ભરીશ.

જામનગર લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર કરીકે મુળુભાઇ કંડોરીયાનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે, કે  જામનગર બેઠક પર હાર્દિક પટેલનું પત્તુ કપાતા સ્થાનિક ઉમેદવારોને તક મળી છે. જામનગરમાં કોંગ્રેસે આહિર સમાજના પૂનમબેન માડમની સામે આહિર ઉમેદવાર જ નક્કી કરતા જામનગર લોકસભા બેઠક પર આહિર VS આહિર ઉમેદવાર વચ્ચે જંગ જામશે. મહત્વનું છે, કે કોંગ્રેસે દ્વારા પણ જ્ઞાતિના સમીકરણો આધારે ટિકિટ આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news