અહીં ફૂડ ફેસ્ટીવલમાં માણો શાહી દાવત-એ-બાલાસિનોર 'ની રજવાડી લહેજતનો સ્વાદ
સ્વાદિષ્ઠ રજવાડી વાનગીઓનો સ્વાદ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત ઉતરી આવતો હોય છે, અને આ મૂળભૂત વાનગીઓ, એની સામગ્રી અને વૈભવશાળી ભોજન અંગે ઘણી દંતકથારૂપ બાબતો ઈતિહાસમાં પ્રચલિત બનેલી હોય છે અને એના સ્વાદ અનુભવને અજોડ માનવામાં આવતો હોય છે.
Trending Photos
અમદાવાદ: સ્વાદિષ્ઠ રજવાડી વાનગીઓનો સ્વાદ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત ઉતરી આવતો હોય છે, અને આ મૂળભૂત વાનગીઓ, એની સામગ્રી અને વૈભવશાળી ભોજન અંગે ઘણી દંતકથારૂપ બાબતો ઈતિહાસમાં પ્રચલિત બનેલી હોય છે અને એના સ્વાદ અનુભવને અજોડ માનવામાં આવતો હોય છે. ભારતનાં રજવાડાની અને રાજમહેલોની વાનગીઓ રજૂ કરવાનુ બીડુ ઝડપીને રેનેસાંસ, અમદાવાદ હોટેલ ' શાહી દાવત-એ-બાલાસિનોર 'ની પોતાના ગ્રાહકો સમક્ષ રજૂઆત કરી રહી છે. આ હોટેલમાં તા. 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી યોજાનારા રજવાડી વાનગીઓના ફૂડ ફેસ્ટીવલમાં રોયલ કોર્ટ ઓફ બાલાસિનોરનાં બેગમ ફરહાત સુલતાન બાબીની અનોખી શાહી વાનગીઓ રજૂ કરશે.
આ રજવાડી રસોડાની વાનગીઓમાં વિવિધ પ્રિન્સલી રજવાડાની વાનગીઓનો સાંસ્કૃતિક સમન્વય જોવા મળશે. વિવિધ રાજ-રજવાડાઑ વચ્ચે લગ્નોને કારણે એક બીજાની વાનગીઓ અપનાવાઈ હતી અને એનુ આદાનપ્રદાન પણ થયું હતું. પરંતુ, આ વાનગીઓને જો રજવાડી રસોડામાંથી બહાર લાવીને દુનિયા સમક્ષ મુકવામાં આવે નહી તો તે રજવાડી પરિવારોની ઝાંખી પડી ગયેલી રેસીપી બુક્સ પૂરતી જ સિમિત રહી ગઈ હોય એવુ પણ બન્યુ હોત.
રેનેસાંસ અમદાવાદ હોટલના જનરલ મેનેજર પલ્લવ સિંઘલ આગામી રોયલ ફૂડ ફેસ્ટીવલ અંગે વાત કરતાં જણાવે છે કે " ગુજરાતના લોકો ભોજન રસીક છે અને તે વિવિધ પ્રકારનાં ભોજન અને વાનગીઓ પસંદ કરે છે. એવા સ્વાદ રસીકોની સંખ્યા વધતી જાય છે કે જે વિવિધ પ્રદેશોની ઐતિહાસિક વાનગીઓ માણવાનુ પસંદ કરે છે. અને રોયલ રસોડાની અધિકૃત વાનગીઓનો સ્વાદ માણવાનુ પસંદ કરે છે. રેનેસાંસ અમદાવાદ હોટલ, અમદાવાદ ખાતે અમે રજવાડી વાનગીઓ માણવાના લોકોના વધતા જતા કુતૂહલને પારખ્યું છે અને સ્વાદ રસીકો માટે તે વાનગીઓ ઉપલબ્ધ બનાવી છે.
રેનેસાંસ અમદાવાદ હોટલનો રોયલ ફૂડ ફેસ્ટીવલએ પ્રિન્સલી સ્ટેટસની સિગ્નેચર રોયલ રેસિપીઝને સ્વાદ રસીકો સમક્ષ ઉપલબ્ધ કરવાનો એક પ્રયાસ છે અને એની મારફતે અમે સ્વાદ રસીકોને ભારતના જાજરમાન રોયલ પરિવારોની રજવાડી વાનગીઓના સ્વાદનો પરિચય કરાવીશું. અમે ' શાહી દાવત-એ-બાલાસિનોર 'થી શરૂઆત કરીને અમે બેગમ ફરહાત સુલતાન બાબીની અનોખી શાહી અને રજવાડી વાનગીઓનો પરિચય કરાવવાની શરૂઆત કરી રહ્યા છીએ."
આર-કીચન સમયને સથવારે યાદગાર બની ગયેલી અને બાલાસિનોરના નવાબ સુલતાન સલાઉદ્દીનખાન બાબીએ જાતે પસંદ કરેલી વિવિધ પ્રકારની સ્વાદિષ્ઠ શાકાહારી, જૈનોને પસંદ આવે તેવી તેમજ વેગન ફ્રેન્ડલી અને ઉત્કૃષ્ટ બિન-શાકાહારી વાનગીઓ અમે રોયલ ફૂડ ફેસ્ટીવલના ડીનર બુફેમાં રજૂ કરીશું.
બાલાસિનોરના નવાબ સુલતાન સલાઉદ્દીનખાન બાબીએ રોયલ ફૂડ ફેસ્ટીવલ માટે રેનેસાંસ અમદાવાદ હોટલ સાથે સહયોગ અંગે વાત કરતાં જણાવે છે કે " બાલાસિનોર પાસે કાળજીપૂર્વક અપનાવાયેલો અને સચવાયેલો વિવિધ વાનગીઓનો ખજાનો છે. મારી માતા બેગમ ફરહાત સુલતાન બાબી પાલનપુરના રાજવી પરિવારમાંથી આવતાં હતાં અને તે વિવિધ રજવાડી સ્ટેટસ સાથે સંબંધો ધરાવતાં હતાં. બેગમ ફરહતે આ રજવાડાના રસોડાની વાનગીઓ સાચવી છે ને આગળ ધપાવી છે. ગુજરાતી વાનગીઓમાં માત્ર શાકાહારી વાનગીઓનો જ સમાવેશ થાય છે તે એક માન્યતા માત્ર છે. ગુજરાતનાં પ્રિન્સલી સ્ટેટસની પોતાની આગવી મૂગલ રેસિપીઝ હતી અને તે પરંપરાગત રીતે પછીની પેઢીઓએ અપનાવી છે. શાહી દાવતે બાલાસિનોર એ આ સિગ્નેચર રેસિપિઝનો સ્વાદ સમાજના બહોળા વર્ગ સમક્ષ પ્રચલિત કરવાનો એક પ્રયાસ છે."
આ બુફેમાં ગુજરાતના નવાબો અને મહારાજાઓનાં વિસ્તૃત મેનુમાંથી વાનગીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને પાલનપુર, જૂનાગઢ, રાધનપુર, બાલાસિનોર અને અન્ય પ્રિન્સલી સ્ટેટનો સમાવેશ થાય છે. શાહી દાવતે બાલાસિનોરમાં રોયલ કીચન ઓફ બાલાસિનોરની જે સિગ્નેચર રેસિપીઝ રજૂ કરવામાં આવશે તેમાં લસણીયા ખીમા, શામી-કબાબે બાલાસિનોર, હરિયાલી કી નઝાકત, બિરિયાની-એ-બાલાસિનોર, અને ગોટેકા પુલાવનો સમાવેશ થાય છે. તમારા મીઠા ભોજનની ઈચ્છાને સંતોષવા આર-કીચન મોતીયા ખીરની સાથે સાથે બાલાસિનોરની જર્દા-એ-જમિયત નામની એક સિક્રેટ ડેઝર્ટ રેસિપી રજૂ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે