અહો વિચિત્રમ!!! આખા બનાસકાંઠામાં તીડનું ઝુંડ ફરી વળ્યું, પણ માત્ર આ એક છોડ પર ન બેસી શક્યું
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં તીડનું તાંડવ (Loctus attack) યથાવત છે. મહેસાણા, બનાસકાંઠા, સાંબરકાંઠા અને પાટણ જિલ્લાના અનેક ખેતરો તીડના બાનમાં છે. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદી વિસ્તારનું કોઇ એવું ગામ બાકી નહિ હોય જ્યાં તીડનો પ્રકોપ ઉતાર્યો ન હોય. કોઇ એવું વૃક્ષ, છોડ કે ઉભો પાક નહિ બચ્યો હોય જેને તીડે પોતાનું નિશાન ન બનાવ્ય હોય. પણ બનાસકાંઠાના થરાદ તાલુકામાં નારોલી ગામમાં વન તુલસીનું નાનકડો પ્લાન્ટ (Tulsi Plant) આવ્યો છે, જેના પર તીડ ક્યારેય બેઠા નથી કે તેના પાન આરોગ્યા નથી.
કુંતી માતાએ રોપી હતી તુલસી
ગામના સરપંચના કહેવા પ્રમાણે, આ તુલસીનું વાવેતર દ્વાપર યુગમાં કુંતી માતાએ કર્યું હતું. જ્યારે તેઓ વનમાં હતા ત્યારે તેમણે દાંતણ કર્યા બાદ દાંતણને જમીનમાં રોપ્યું હતું અને અહીં વન તુલસીનો છોડ ઉગ્યો હતો. કોઇ પણ કપરો સમય હોય પણ આ તુલસીને હજુ કંઇ થયું નથી. દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ આ તુલસીના છોડને ક્યારેય કોઈ પ્રકારનું નુકસાન થયું નથી અને આજે પણ તુલસીનો છોડ અહીં યથાવત છે.
થોડીક મિનીટો માટે દેખાયેલ સૂર્યગ્રહણનો ગુજરાતીઓએ લીધો લ્હાવો
અહીં તીડ ક્યારેય બેસતા નથી
છેલ્લા 70 વર્ષથી મંદિરના પ્રાંગણમાં જ રહેતા અને પૂજારી તરીકે સેવા બજાવતા મહંતનું કહેવું છે કે, વર્ષો અગાઉ જ્યારે તીડનો પ્રકોપ ઉતાર્યો હતો ત્યારે પણ તુલસી માતા અહીં સ્થાપિત જ હતા. પણ એક પણ તીડે તુલસી માતાના છોડને સ્પર્શ કર્યો ન હતો. તેઓએ એમ પણ દાવો કર્યો કે, આજે પણ તીડ તુલસી માતાના છોડને સ્પર્શ નહી કરે અને તે વાત સાચી ઠરી છે.
તીડના આતંકથી થરાદનું એકપણ ગામ નથી બચ્યું
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડોએ આતંક મચાવ્યો છે. થરાદના નારોલી, રડકા, આંતરોલ સહિતના 10 ગામોમાં તીડોએ આતંક મચાવી ખેડૂતોના પાકનો સફાયો બોલાવ્યો છે. જેને લઈને ખેડૂતો બરબાદ થઈ ગયા છે. મોટી સંખ્યામાં તીડોના અનેક ગામોમાં ધામાં નાખ્યા છે. આ કારણે તંત્ર દ્વારા તીડ નિયંત્રણ કરવા માટે મોટી કવાયત હાથ ધરાઈ છે. જેમાં ફાલકન મશીન સહિત અનેક ટ્રેક્ટરો અને ગાડીઓ દ્વારા તીડ નિયંત્રણની 33 ટીમ તીડોના ઝુંડ ઉપર દવાનો છંટકાવ કરી રહ્યા છે. પરંતુ તીડોની સંખ્યા ખૂબ જ વધારે હોવાથી તીડોને કન્ટ્રોલ કરવા ખૂબ જ મુશ્કેલ છે. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે સહિત ડીડીઓ અને ખેતીવાડી અને અન્ય અધિકારીઓનો કાફલો પણ ત્યાં પહોંચ્યો છે. જ્યાં કલેક્ટર દ્વારા સમગ્ર કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે. કલેક્ટરનું કહેવું છે કે તીડોના ઝુંડ વધુ છે. તેમના ઉપર મોટા પાયે દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે અને જલ્દીથી જ તેમનો નાશ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે