ખરાબ સમાચાર: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો, પુરાવતાં પહેલાં વાંચી લો

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરી શકે છે. 

ખરાબ સમાચાર: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો, પુરાવતાં પહેલાં વાંચી લો

નવી દિલ્હી: ગુરૂવારે જ્યાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે પેટ્રોલના ભાવમાં 5 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 74.68 રૂપિયા થઇ ગયો છે. તો બીજી તરફ ડીઝલનો ભાવ 8 પૈસા પ્રતિ લીટર થઇ ગયું છે. સરકારી ઓઇલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થાય છે. ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રિલિયમ દરરોજ 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે, અને જાહેર કરે છે. 

ઇન્ડીયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ અનુસાર ગુરૂવારે (23 ડિસેમ્બર 2019)ના રોજ દિલ્હી (Delhi), મુંબઇ (Mumbai), કલકત્તા (Kolkata) અને ચેન્નઇ (Chennai) માં પેટ્રોલ (Petrol News) અને (Diesel Price Today)ના ભાવ આ પ્રકારે છે.   

ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 74.68 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 80.34 રૂપિયા પ્રતિ લીટર, કલકત્તામાં 77.34 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં 77.64 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલના ભાવ દિલ્હીમાં 67.09 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 70.39 રૂપિયા, કલકત્તામાં 69.50 રૂપિયા અને ચેન્નઇમાં 70.93 રૂપિયા પ્રતિ લીટર છે. 

SMS દ્વારા આ રીતે જાણો પોતાના શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
તમે શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ SMS દ્વારા પણ ચેક કરી શકો છો. ઇન્ડીયન ઓઇલ (IOC)ના ગ્રાહક RSP<ડીલર કોડ> લખીને 9224992249 નંબર પર એચપીસીએલ (HPCL)ના ગ્રાહક HPPRICE <ડીલર કોડ> લખીને 9222201122 નંબર પર મોકલી શકે છે. બીપીસીએલ (BPCL)ના ગ્રાહક RSP<ડીલર કોડ> લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે. 

દરરોજ 6 વાગે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news